નામી ઈમારતોની ડિઝાઈન્સ તૈયાર કરનાર ગુજરાતના આર્કિટેક્ટ બી.વી. દોશીનું નિધન

24 January, 2023 01:38 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

આર્કિટેક્ટની દ્રષ્ટિએ અમદાવાદને અલગ ઓળખ અપાવનારા જાણીતા આર્કિટેક્ટ બી.વી દોશીનું નિધન થયું છે. લાંબા સમયથી બિમારીનો સામનો કર્યા બાદ તેમણે 95 વર્ષે અંતિમ શ્વાસ લિધા.

બી.વી.દોશી (તસવીર સૌજન્ય: વિવેક દેસાઈ ઈન્સ્ટાગ્રામ)

આર્કિટેક્ટની દ્રષ્ટિએ અમદાવાદને અલગ ઓળખ અપાવનારા જાણીતા આર્કિટેક્ટ બી.વી દોશી (B.V. Doshi)નું નિધન થયું છે. લાંબા સમયથી બિમારીનો સામનો કર્યા બાદ તેમણે 95 વર્ષે અંતિમ શ્વાસ લિધા. બીવી દોશીએ IIM અમદાવાદ, IIM બેંગ્લોર, IIM ઉદયપુર અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી ન્યુ દિલ્હી સહિત અનેક જાણીતી ઈમારતોની ડિઝાઈન તૈયાર કરી હતી. 

બી.વી દોશીને તેમના ઉત્કૃષ્ટ કામ બદલ અનેક અવોર્ડથી નવાજવામાં આવ્યા છે. અમદાવાદની ગુફા સહિત અનેક ઈમારતોની ડિઝાઈન તેમણે તૈયાર કરી હતી. બીવી દોશીએ રોયલ ઇન્સ્ટિટયૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક રોયલ ગોલ્ડ મેડલ અને પ્રીઝર્કર આર્કિટેક્ચર પ્રાઇઝ જેવા સન્માન સિદ્ધ કર્યા છે, તો પદ્મભૂષણ અને પદ્મશ્રીથી પણ તેમને નવાજવામાં આવ્યાં છે. 

જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી બીવી દોશીની નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટ બી.વી. દોશીનો જન્મ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબમાં 1927માં (પૂણે) થયો હતો. બી.વી.દોશી રૉયલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કીટેક્ટના ફેલો હતા. 

gujarat news ahmedabad indian institute of technology