મંદીના માહોલ વચ્ચે પસંદગીના નંબર માટે અમદાવાદીઓએ ખર્ચ્યા બાવન કરોડ

03 November, 2019 08:10 AM IST  |  અમદાવાદ

મંદીના માહોલ વચ્ચે પસંદગીના નંબર માટે અમદાવાદીઓએ ખર્ચ્યા બાવન કરોડ

પ્રતિકાત્મક તસવીર

એવું કહેવાય છે કે શૌખ બડી ચિઝ હૈ અને તેને લીધે શહેરીજનો પણ પસંદગીના નંબર લેવા માટે કોઈ પણ રકમ ચૂકવતા હોય છે. મંદીના માહોલ વચ્ચે પણ છેલ્લા ૩ મહિનામાં તહેવારોની સીઝનમાં હજારોની સંખ્યામાં વાહનોનુ વેચાણ થયું છે ત્યારે અમદાવાદીઓએ ફોર વ્હીલર માટે સૌથી વધુ ૦૧૧૧ નંબર માટે ૩.૩૪ લાખ રૂપિયા જ્યારે ટૂ વ્હીલર માટે ૫૨,૦૦૦ રૂપિયા ખર્ચ્યા છે.
છેલ્લા ત્રણ મહિનામાં પસંદગીના નંબરમાં જ ૨,૩૦,૧૪,૦૦૦ રૂપિયાની આવક થઈ છે. જોકે, મોંઘવારીના માર વચ્ચે પણ વાહનોમાં લોકો પોતાના મનપસંદ નંબરનો શોખ પૂરો કરી રહ્યા છે. લોકો પસંદગીના નંબર માટે લાખો રૂપિયા આપી રહ્યા છે.
ટૂ વ્હીલરનાં નંબરની વાત કરીએ તો ૦૦૦૯ નંબર ૫૨,૦૦૦ની બોલી બોલાઈ હતી. અમદાવાદ આરટીઓના અધિકારીએ જણાવ્યું હતું કે દશેરા અને ધનતેરસમાં ખરીદાયેલાં વાહનોમાં પસંદગીના નંબર લગાવવા માટે લોકોનો રસ જોવા મળ્યો હતો. લોકોએ પસંદગીના નંબર માટે લાખો રૂપિયાની બોલી લગાવી હતી, જેના કારણે આરટીઓને ૨,૩૦,૧૪,૦૦૦ની આવક થઈ છે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

ફોર વ્હીલરની વાત કરીએ તો પંસદગીના નંબરની સૌથી ઊંચી બોલી ૧૧૧ નંબર માટે બોલાઈ હતી. આ નંબર ૩,૩૪,૦૦૦ રૂપિયામાં વેચાયો હતો. આ સાથે ૦૦૨૭ નંબર ૨,૬૫,૦૦૦ રૂપિયામાં તથા ૦૦૦૯ નંબર એટલે કે નવ નંબરને લોકો લક્કી નંબર માનતા હોય છે, જે આરટીઓએ બોલી બોલાયા બાદ ૨,૧૪,૦૦૦ રૂપિયામાં આપ્યો છે. ૯૯૯૯ નંબર માટે ૧,૩૦,૦૦૦ની બોલી બોલાઇ છે. ૦૦૦૫ નંબર ૧,૦૧,૦૦૦ રૂપિયામાં વાહનચાલકને પડ્યો છે.

gujarat ahmedabad