અમદાવાદઃ 5થી વધુ ઈ-મેમો પેન્ડિંગ હશે તો લાયસન્સ અને RC બુક થશે રદ

17 October, 2019 10:42 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ 5થી વધુ ઈ-મેમો પેન્ડિંગ હશે તો લાયસન્સ અને RC બુક થશે રદ

ટ્રાફિકના નિયમો કડક કરવામાં આવ્યા બાદ હવે ઈ-મેમોને લઈને પણ નિયમો સખત થવા જઈ રહ્યા છે. અમદાવાદમાં અનેક લોકો એવા છે જેમણે ઈ-મેમો નથી ભર્યા. સ્થિતિ એવી છે કે ચાર વર્ષથી 55 કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી છે જેમાં 35 કરોડ તો ઈ-મેમો વાળાના જ છે. એક કાર ચાલકે 38 હજારનો દંડ નથી ભર્યો. જેમાં 5થી વધુ મેમો મેળવનારા લોકોએ જ 35 કરોડનો દંડ નથી ભર્યો. જેની વસૂલ કરવા માટે ટ્રાફિક પોલીસે 10 દિવસનો સમય આપ્યો છે.

લાયસન્સ થશે રદ
અમદાવાદના ટ્રાફિક ડીસીપી(વેસ્ટ) અજીત રાજીયાણે જણાવ્યું કે, અમદાવાદમાં 1400થી વધુ લોકો આવે છે જેમને 5થી વધુ મેમો આપવામાં આવ્યા છે અને દંડ તેમણે નથી ભર્યો. હવે જો તેઓ 10 દિવસમાં દંડ નહીં ભરે તો તેમના લાયસન્ન અને આરસી બુક રદ કરવામાં આવશે. દંડ વસુલ કરવા માટે અલગથી રિકવરી સ્કવૉડ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમના ઘરે જોઈને નોટિસ આપવા જશે. 2015થી અત્યાર સુધીમાં 55 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાંથી 24 કરોડ જ ભર્યા છે.

કારનચાલકને મળ્યા 111 મેમો
અમદાવાદને એક કારચાલકને 111 ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે. જેનો દંડ 38, 000 જેટલો થાય  છે. પરંતુ તેમણે આ રકમ હજી નથી ભરી.

આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર....

અમદાવાદના આ સિગ્નલનું પાલન 12 વાગ્યા પછી પણ કરવું પડશે
શહેરના કેટલાક સિગ્નલોનું પાલન 12 વાગ્યા પછી પણ કરવું પડશે. જે નીચે મુજબ છે.
ઉસ્માનપુરા
ઈન્કમટેક્સ
માઉન્ટ કાર્મેલ
વલ્લભસદન
નહેરુબ્રિજ
ટાઉનહોલ
પાલડી
મહાલક્ષ્મી
પરિમલ ગાર્ડન
પંચવટી
બોડીલાઈન
ગિરિશ કોલ્ડ્રીંક્સ
સ્વસ્તિક
સ્ટેડિયમ
YMCA ક્લબ
કર્ણાવતી ક્લબ
પ્રહલાદનગર
પકવાન
હેબતપુર
કારગીલ
મહાલક્ષ્મી 5 રસ્તા

gujarat ahmedabad