Gujarat Night Curfew:ગુજરાતના 4 શહેરોમાં 15 ફેબ્રુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ

30 January, 2021 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Gujarat Night Curfew:ગુજરાતના 4 શહેરોમાં 15 ફેબ્રુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી (Gujarat local body election)ની જાહેરાત સાથે રાજ્ય સરકારે ચાર શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ 15 ફેબ્રુઆરી સુધી વધારી દીધું છે. સરકારે લગ્ન સમારોહમાં 200 જેટલા લોકોને ભાગ લેવાની છૂટ આપી છે. કોરોના રોગચાળાને કારણે ગુજરાતમાં પણ દેશના અન્ય રાજ્યોની જેમ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરાયેલા રોગચાળા માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે સમય-સમય પર કર્ફ્યૂ લગાવી રહી છે. સાર્વજનિક સમારોહને લઈને પોતાની ગાઈડલાઈન્સ જાહેર કરે છે. ગુજરાતમાં આવતા મહિને સ્થાનિક બૉડીની ચૂંટણી થવાની છે અને તેને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે સરકારે રાત્રિ કર્ફ્યૂ હાલ સમાપ્ત કર્યું નથી.

ગુજરાતની સાથે જ રાજસ્થાનમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે રાજસ્થાનમાં રાત્રિ કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. ગુજરાતમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જોકે સરકારે વિવાહ સમારોહમાં 200 મહેમાનને સામેલ થવાની છૂટ આપી છે. પરંતુ ગુજરાત સરકાર હજી પણ કોરોના માર્ગદર્શિકા અંગે તમામ તકેદારી રાખી રહી છે.

ગુજરાતમાં કોરોના ચેપના કેસો 260901 પર પહોંચી ગયા છે, જ્યારે મૃત્યુઆંક 4385 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 60925 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 2293 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના 426 કેસ નોંધાયા છે, જ્યારે એકલા અમદાવાદમાં તેની સંખ્યા 77 છે.

હવે પાર્ટીના કાર્યકર્તાઓ સ્થાનિક બૉડીની ચૂંટણીમાં પાંચ-પાંચની સંખ્યામાં ઘરે-ઘરે જઈને પ્રચાર કરી શકશે. કોરોનાની ગાઇડ લાઇન મુજબ, રાજકીય પક્ષના કાર્યકરો પાંચ કરતા વધારે એકત્રિત નહીં થઈ શકે અને ઘર-ઘર જઈને પ્રચાર કરવા માટે એક ગ્રુપમાં ફક્ત પાંચ કાર્યકર્તા જ સામેલ થશે.

gujarat ahmedabad surat rajkot vadodara coronavirus covid19 lockdow