સિંચાઈની સુવિધા ન મળવા પર 300 ખેડૂતોએ આપી સામૂહિક આત્મહત્યાની ધમકી

06 December, 2019 04:24 PM IST  |  Ahmedabad

સિંચાઈની સુવિધા ન મળવા પર 300 ખેડૂતોએ આપી સામૂહિક આત્મહત્યાની ધમકી

પ્રતિકાત્મક તસવીર

ઉત્તર ગુજરાતની રાજસ્થાન સાથે જોડાયેલી સીમાની આસપાસ ખેડૂતોને શિયાળામાં પાકની સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું. હાલ તેમના માત્ર એક કે બે દિવસ માટે જ કેનાલની સિંચાઈની સુવિધા આપવામાં આવી રહી છે. જે બાદ તેને બંધ કરી દેવામાં આવે છે. સરકારના આ વલણથી નારાજ રાણેછા અને આસપાસના ગામના લગભગ 300 ખેડૂતોએ સરપંચને જાહેરાત આપીને સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે. ખેડૂતોએ આવેદનમાં કહ્યું છે કે તેમને સિંચાઈ દરમિયાન કેનાલથી પાણી ન આપવામાં આવ્યું તો તેઓ સામૂહિક આત્મહત્યા કરી લેશે.

ગુજરાતમાં આ વર્ષે 140 ટકાથી પણ વધુ વરસાદ થયો છે. અહીં ગયા મહિને આવેલા મહા વાવાઝોડાના કારણે ખેડૂતોનો પાક પણ ખરાબ થઈ ગયો છે. જો તેમણે સિંચાઈ માટે સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉત્તર ગુજરાત અને વાપી તાલુકાના ખેડૂતોએ રેલી કાઢીને આવેદન આપ્યું છે. ખેડૂતોની માંગણી છે કે તેમણે માઈનર એક અને બે કેનાલ ચાલુ કરીને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. આ સીઝનમાં અત્યાર સુધીમાં આ સુવિધાથી તેમને વંચિત રાખવામાં આવે છે. જો સાત સપ્ટેમ્બર સુધી પાણી નહીં આપવામાં આવે તો 300 ખેડૂતો સામુહિક આત્મહત્યા કરશે.

આ પણ જુઓઃ બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

ખેડૂતોએ કહ્યું કે નર્મદાનું પાણી નહીં મળવા પર તેમની હાલત રોજ રોજ બગડી રહી છે. અનેક ખેડૂતો પર દેવું થઈ ગયું છે. તેમના પ્રમાણે સરકારને ખેડૂતોની તરફ ધ્યાન જવું જોઈએ. કારણ કે ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો તો તેઓ પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરશે. સ્થાનિકે સરપંચે કહ્યું કે આ મામલાને હલ કરવો પ્રયાસ કરવામાં આવશે.

gujarat ahmedabad