ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ગુજરાત સરકાર બનાવશે 75 ફ્લાયઑવર

20 February, 2019 04:08 PM IST  |  ગાંધીનગર

ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ગુજરાત સરકાર બનાવશે 75 ફ્લાયઑવર

ગુજરાતમાં બનશે નવા 75 ફ્લાય ઑવર

રાજ્યના વધુ ટ્રાફિક ધરાવતા શહેરો સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં ફ્લાય ઑવર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં 20, સુરતમાં 10, વડોદરામાં 8 અને રાજકોટમાં પણ 8 ફ્લાયઑવર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શહેરી મહાનગરપાલિકા વિસ્તારમાં 54 અને નગરપાલિકા વિસ્તારોમાં 25 એમ કુલ 74 ફ્લાય ઑવર બનાવવામાં આવશે.

વાહન વ્યવહારની સરળતા અને સલામતિ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જામનગરમાં 3, ભાવનગરમાં 3 અને જૂનાગઢમાં 2 ફ્લાય ઑવર બનાવવામાં આવશે. સાથે જ દાહોદ, ગોધરા, ભૂજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર નડીયાદ, નવસારી, વલસાડ, ભરૂચ, અંક્લેશ્વર, વાપી, હિંમતનગર, અમરેલી, મોરબી અને વેરાવળમાં એક એક એમ કૂલ 75 ફ્લાયઓવર ગુજરાતનાં વિકાસ માટે બનાવવામાં આવશે.

ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું લક્ષ્ય
સરકારે રાજ્યને ફાટક મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. રાજ્યમાં ત્રણ વર્ષની અંદર7 રેલ્વે ફાટકો ઉપર ઓવરબ્રીજ અથવા અન્ડર બ્રીજ બનાવવાનું કામ વર્ષ 2019-20માં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષ ત્રણ વર્ષ સુધી દર વર્ષે આશરે 250 કરોડ એટલે કે કૂલ 750 કરોડથી વધુ ખર્ચ થશે.

gujarat Vijay Rupani surat ahmedabad vadodara gandhinagar