અલવિદા વૉઇસ ઑફ મુકેશ : ડૉ. કમલેશ આવસત્થીનું અવસાન

29 March, 2024 10:02 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદના જાણીતા પ્લેબૅક સિંગર ૭૯ વર્ષના ડૉ. કમલેશ આવસત્થીનું ગઈ કાલે નિધન થયું હતું. તેમના મૃત્યુના સમાચારથી કલાજગતમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

અલવિદા વૉઇસ ઑફ મુકેશ: ડૉ. કમલેશ આવસત્થીનું અવસાન

અમદાવાદના જાણીતા પ્લેબૅક સિંગર ૭૯ વર્ષના ડૉ. કમલેશ આવસત્થીનું ગઈ કાલે નિધન થયું હતું. તેમના મૃત્યુના સમાચારથી કલાજગતમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

બૉલીવુડના શોમૅન રાજ કપૂરની ‘ગોપીચંદ જાસૂસ’ તેમ જ અમિતાભ બચ્ચનની ‘નસીબ’ ફિલ્મ સહિતની કેટલીક હિન્દી તેમ જ ગુજરાતી ફિલ્મોમાં ડૉ. કમલેશ આવસત્થીએ પોતાના કંઠનાં કામણ પાથર્યાં હતાં. ગુજરાતના સાવરકુંડલામાં જન્મેલા અને phD સુધીનો ઉચ્ચ અભ્યાસ કરીને વ્યાખ્યાતા તરીકે ભાવનગરમાં કામ કરતા ડૉ. કમલેશ આવસત્થીએ સંગીતની તાલીમ લીધી હતી. તેમનો કંઠ કુદરતી રીતે સુપ્રસિદ્ધ ગાયક મુકેશજને મળતો આવતો હતો. ડૉ. કમલેશ આવસત્થી વૉઇસ ઑફ મુકેશના નામથી જાણીતા હતા. તેમની અંતિમયાત્રા આજે સવારે અમદાવાદના તેમના નિવાસસ્થાનેથી નીકળશે. 

ahmedabad gujarat news gujarat