ગીરમાં દીપડાના બચ્ચાને દૂધ પાતી સિંહણ દેખાઈ

05 January, 2019 08:10 AM IST  | 

ગીરમાં દીપડાના બચ્ચાને દૂધ પાતી સિંહણ દેખાઈ

જોવા મળી આશ્ચર્યજનક ઘટના

જૂનાગઢ જિલ્લામાં આવેલાં ગીરનાં જંગલોમાં જંગલ ખાતાના અધિકારીઓને એક અજાયબી જોવા મળી હતી. ગીરના પશ્ચિમ ડિવિઝનમાં એક સિંહણ રાતના સમયે પોતાનાં બે બચ્ચાં સાથે એક દીપડાનાં બચ્ચાને પણ દૂધ પીવડાવતી જોવા મળી હતી. ગીર (વેસ્ટ) ફૉરેસ્ટના ડેપ્યુટી કન્ઝર્વેટર ધીરજ મિત્તલનું કહેવું છે કે આ પ્રકારની ઘટના બહુ રૅર જોવા મળે છે. સિંહણના પરિવારની આસપાસમાં આ દીપડાનું બચ્ચું લગભગ છ દિવસથી ફરતું જોવાઈ રહ્યું છે. સિંહનો પરિવાર રહેલા દીપડાના બચ્ચાને મારી ન નાખે એ માટે જંગલના અધિકારીઓ કડક નિગરાની રાખી રહ્યા છે. ધીરજ મિત્તલે સોશ્યલ મીડિયામાં દીપડાના બચ્ચાને દૂધ પાતી સિંહણની તસવીરો અને વિડિયો શૅર કયાર઼્ હતાં. સામાન્ય રીતે સિંહ કે સિંહણ દીપડાને મારી નાખતાં હોય છે, પરંતુ સિંહણ આ બચ્ચાની એક્સ્ટ્રા કૅર કરી રહી છે અને એ વિસ્તારના સિંહોથી પણ એને બચાવી રહી છે. ધીરજ મિત્તલનું કહેવું છે કે દીપડાનું બચ્ચું પણ સિંહણને પોતાની મા સમજીને ખૂબ સેફ ફીલ કરી રહ્યું છે. આ બચ્ચાને કાં તો એની માએ તરછોડી દીધું હશે અથવા તો અકસ્માતે એ માથી વિખૂÊટું પડી ગયું હશે એવી સંભાવના છે.

આ પણ વાંચોઃ ડાંગઃભૂત છે કે પછી ન ભણવા માટેનું નાટક?

ગીર ફૉરેસ્ટના ચીફ કન્ઝર્વેટર ડી. ટી. વસાવડાનું કહેવું છે કે ‘અમે કુદરતી રીતે જે થઈ રહ્યું છે એમાં કોઈ દખલઅંદાજી નથી કરવા માગતા એટલે બચ્ચાને સિંહણ પાસેથી અલગ કરવા નથી માગતા, પરંતુ સિંહણની વર્તણૂક પર નજીકથી નજર ચોક્કસ રાખીશું.’

gujarat news