સુરત : બસના એન્જિન-ચેસિસ નંબર બદલવામાં ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

06 April, 2019 09:52 PM IST  |  સુરત

સુરત : બસના એન્જિન-ચેસિસ નંબર બદલવામાં ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

PC : Google

પોલીસ સામાન્ય જનતાની સુરક્ષા માટે હોય છે. ત્યારે એક એવી ઘટના સામે આવી છે કે ખુદ પોલીસનું જ કૌભાંડમાં નામ સામે આવ્યું છે. સુરતમાં ખાનગી બસના એન્જિન અને ચેસિસ નંબર બદવાનું કૌભાંડ સામે આવ્યું હતું. મહત્વની વાત એ છે કે આ કૌભાંડમાં કોઇ સામાન્ય લોકો નહીં પરંતુ પોલીસ કર્મીનું જ નામ સામે આવ્યું છે. જેને પગલે આ ઘટના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

પોલીસ ઇન્સ્પેકટર સહીત ચાર લોકો સામે ફરીયાદ નોંધાઇ
સુરતમાં લકઝરી બસના ચેસિસ-એન્જિન નંબર બદલવાના રાજ્યવ્યાપી રેકેટનો પર્દોફાશ કરવા બદલે રૂપિયા
31 લાખનો વહીવટ કરનાર પીઆઇ એન.ડી.ચૌધરી સહિત ચાર વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત ચારેયને પોલીસ કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ કામરેજ વિસ્તારમાં સ્ટાર ઓટો ગેરેજ ધરાવતા ઇર્શાદ પઠાણ ચેસિસ અને એન્જિન નંબર બદલવામાં માસ્ટર માઇન્ડ કહેવાય છે. તો RTO માં લાખોની ટેક્ષ ચોરીમાં છેલ્લા ઘણા સમયથી કૌભાંડમાં સંડોવાયેલો હતો. આ પ્રકરણ સરથાણા પોલીસ સુધી પહોંચ્યું હતું. જો કે, આ સમગ્ર પ્રકરણમાં કાર્યવાહી કરવાના બદલે સરથાણા પીઆઇ એન.ડી.ચૌધરી, પીએસઆઇ તથા બે કોન્સ્ટેબલો દ્વારા ગેરેજવાળા ઇશાર્દને ત્યાં મોડા રાત્રે પહોંચી ગયા હતા. જ્યાં તેઓને 300 જેટલી ડુપ્લીકેટ આરસીબુક, એક સરખી નંબર પ્લેટ મળી આવી હતી.

આ પણ જુઓ : ઓજસ રાવલઃ કોમેડીથી હિન્દી સિરિયલ સુધી, આ એક્ટરના નામના વાગે છે ડંકા

SP ના રિપોર્ટના આધારે સરથાણા પોલીસ મથકમાં પીઆઇ એન.ડી.ચૌધરી, પીએસઆઇ હાથીસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ગોપાલ ભરવાડ તથા ભગુ ભરવાડ વિરૂદ્ધ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધતાની સાથે જ પોલીસ કમિશ્નર સતીષ શર્મા દ્વારા તાત્કાલિક ધોરણે ચારેયને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. હવે જોવાનુંએ રહ્યું કે, ઉપરી અધિકારી દ્વારા પીઆઇની ક્યારે ધરપકડ કરવામાં આવે છે.

gujarat surat Crime News