13 June, 2025 09:10 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
વિજય રૂપાણી અને તેમની કાર
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું ગઈ કાલે ઍરપ્લેન ક્રૅશમાં નિધન થયું હતું. ૧૨૦૬ નંબર વિજયભાઈનો ફેવરિટ નંબર હતો. તેમણે પોતાની પહેલી વૅગન-આર કાર અને પહેલી ઍક્ટિવાની નંબર-પ્લેટ પણ ૧૨૦૬ લીધી હતી. રાજકોટમાં ૧૨૦૬ નંબરની કાર કે ઍક્ટિવા નીકળે એટલે લોકો સમજી જાય કે આ વિજયભાઈ રૂપાણીનું જ વાહન છે. જોકે ગઈ કાલે ૧૨ જૂન એટલે કે ૧૨-૦૬ નંબર તેમના માટે અનલકી સાબિત થયો હતો. વિજયભાઈની જન્મ તારીખ બીજી ઑગસ્ટ હતી અને ગઈ કાલે પ્લેનમાં તેમનો સીટ નંબર 2D હતો. અહીં પણ અંકનો યોગાનુયોગ હતો.