ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ગિરિજા વ્યાસની હાલત નાજુક, ૯૦ ટકા દાઝી ગયા બાદ અમદાવાદની હૉસ્પિટલમાં ઉપચાર

03 April, 2025 02:00 PM IST  |  Udaipur | Gujarati Mid-day Correspondent

આરતી વખતે તેમની ચુંદડીએ આગ પકડી લેતાં તેઓ ૯૦ ટકા દાઝી જતાં તેમને અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે

ગિરિજા વ્યાસ

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કૉન્ગ્રેસનાં દિગ્ગજ નેતા ગિરિજા વ્યાસ સોમવારે ઉદયપુરમાં ગણગૌરની પૂજા વખતે દાઝી ગયાં હતાં. આરતી વખતે તેમની ચુંદડીએ આગ પકડી લેતાં તેઓ ૯૦ ટકા દાઝી જતાં તેમને અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જ્યાં તેમને ICU (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

udaipur congress ahmedabad rajasthan political news health tips fire incident gujarat gujarat news news