પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ સીટ બદલીને બનાસકાંઠાથી દાવેદારી કરી

17 March, 2019 08:42 AM IST  |  બનાસકાંઠા

પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ સીટ બદલીને બનાસકાંઠાથી દાવેદારી કરી

સાંસદ લીલાધર વાઘેલા

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ગુજરાત ભાજપ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે ઉત્તર ગુજરાતમાં અચરજ પમાડે એવી ઘટના બની છે. એમાં પાટણ લોકસભા બેઠકના વર્તમાન સંસદસભ્ય લીલાધર વાઘેલાએ પોતાની બેઠકને બદલે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી છે. લીલાધર વાઘેલાના આ પગલાથી ભાજપનું રાજકારણ ગરમાયું છે અને પ્રશ્ન ઊઠયો છે કે શું લીલાધર વાઘેલાને પાટણ બેઠક હવે સલામત નથી લાગતી ?

આ પણ વાંચોઃ ગુજરાતની ૨૬ બેઠક માટે ભાજપના ૯૬ ઉમેદવારો તૈયાર

ઉલ્લેખનીય વાત એ છે કે બનાસકાંઠા બેઠક પરથી વર્તમાન સંસદસભ્ય હરિ ચૌધરીએ પણ ફરી વાર દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ભાજપના ત્રીસ જેટલા ઉમેદવારોએ ઉત્સુકતા દર્શાવીને દાવેદારી કરી છે.

gujarat news Election 2019 Gujarat BJP