યુવાનની હત્યાના કેસમાં ધંધુકા રહ્યું બંધ, આજે રાણપુર બંધનું એલાન

28 January, 2022 10:34 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ધંધુકાના કિશન બોળિયા પર ફાયરિંગ કરી હત્યા કરાઈ, બે શંકાસ્પદોને રાઉન્ડ અપ કર્યા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગયા મંગળવારે કિશન બોળિયા નામના યુવાનની બે જણે ફાયરિંગ કરીને હત્યા કરી હતી. યુવાનની હત્યા થતાં એના વિરોધમાં ગઈ કાલે વિશ્વ હિન્દુ પરિષદે આપેલા ધંધુકા બંધના એલાનમાં નગર બંધ રહ્યું હતું. પોલીસે આ કેસમાં બે શંકાસ્પદોને રાઉન્ડ અપ કર્યા છે અને તપાસ ચલાવી રહી છે.
ધંધુકા પોલીસે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘૨૫ જાન્યુઆરીની સાંજે સાડાપાંચ વાગ્યે ધંધુકામાં કિશન બોળિયા પર બાઇક લઇને આવેલા અજાણ્યા માણસોએ પીછો કર્યો હતો અને ફાયરિંગ કર્યું હતું અને નાસી ગયા હતા. પોલીસ તપાસ ચલાવી રહી છે. ધંધુકા બંધનું એલાન હતું.’ 
કહેવાય છે કે એક ધાર્મિક પોસ્ટને લઈને વિવાદ થયો હતો અને એમાં સમાધાન પણ થઈ ગયું હતું. એ પછી કિશન બોળિયાની હત્યા થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદે એવો આક્ષેપ કર્યો હતો કે ભરવાડના છોકરાનું વિધર્મીઓએ ખૂન કર્યું છે. આ કેસમાં આતંકવાદી ગુનાની કલમ ઉમેરવા માટે માગણી કરી છે. વિશ્વ હિન્દુ પરિષદે આજે રાણપુર બંધનું એલાન પણ આપ્યું છે.

gujarat gujarat news ahmedabad