05 August, 2025 11:12 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
કોટેશ્વર મહાદેવ મંદિરમાં જોધપુરના શિવભક્તે ૧૮ કિલો ચાંદીનું થાળું અર્પણ કર્યું
ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી પાસે ડુંગરોની વચ્ચે પ્રકૃતિની ગોદમાં આવેલા અને જ્યાં સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન છે એવા કોટેશ્વર મંદિરમાં ગઈ કાલે શ્રાવણ માસના સોમવારે રાજસ્થાનના જોધપુરના દિનેશપુરી ગોસ્વામીએ ૨૧ લાખ રૂપિયાની કિંમતનું ૧૮ કિલો વજન ધરાવતું ચાંદીનું થાળું કોટેશ્વર મહાદેવ મંદિરમાં અર્પણ કર્યું હતું. અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મંદિરમાં શિવરુદ્ર યજ્ઞ, પૂજન-અર્ચન કરીને શાસ્ત્રોક્ત વિધિથી ચાંદીનું થાળું દેવાધિદેવ મહાદેવના મંદિરમાં જડવામાં આવ્યું હતું. દાતા પરિવારે કોટેશ્વર ગૌશાળામાં ૧,૦૧,૦૦૧ રૂપિયા અર્પણ કર્યા હતા. અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ દાનની રકમનો ચેક સ્વીકાર્યો હતો.