સુરત: સુપરવાઇઝરે વહેલું પેપર લઇ લેતા હતાશ વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું

04 April, 2019 02:13 PM IST  |  સુરત

સુરત: સુપરવાઇઝરે વહેલું પેપર લઇ લેતા હતાશ વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું

તાપી નદીમાંથી મળી મૃતકની લાશ

વિર્ધાર્થીઓ માટે પરીક્ષાનો સમય ઘણો મહત્વનો હોય છે. પરંતુ તેની સાથે પરીવાર અને સ્કુલ-કોલેજના શિક્ષકોએ પણ એ ધ્યાન રાખવું હવે ઘણું મહત્વનું બન્યું છે કે તેમના કોઇ પણ નિવેદન કે વર્તનથી વિદ્યાર્થી ડિપ્રેસ કે હતાશ તો નથી થયો ને. જો આ બાબત પર વધુ ધ્યાન દેવામાં નહી આવે તો આવનારા સમયમાં આવા કિસ્સાઓ વધી શકે છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ સુરતમાં બન્યો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થીનું પરીક્ષામાં સુપરવાઇઝરે 10 મિનિટ પહેલા પેપર લઇ લેતા વિદ્યાર્થી હતાશ થઇ રહયો હતો. જેનું દુખ લાગી આવતા પરીક્ષાના 1-2 દિવસ બાદ સુરતની તાપી નદીમાં તેણે ઝંપલાવીને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું.

શું હતી ઘટના
કોલેજમાં
B.Com માં એટીકેટીની પરીક્ષા ચાલી રહી હતી. આ પરીક્ષામાં સુપરવાઇઝરે દિપક નામના વિદ્યાર્થીનું 10 મિનિટ પહેલાં પુરવણી લઈ લીધી હતી. સમય પહેલા પેપર લઇ લેતા હતાશ વિદ્યાર્થીએ પરીક્ષાના 1-2 દિવસ બાદ એટલે કે બુધવારે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે, ભરતીના પાણીમાં યુવકનો મોડે સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. પરંતુ બુધવારે સાંજે ફરી ફાયરના જવાનોએ શોધખોળ હાથ ધરતા મૃતદેહ મળી આવ્યો હતો.


મોપેડ પાર્ક તાપી નદીમાં કૂદી ગયો

શહેરના અર્પણ એપાર્ટમેન્ટ ખાતે રહેતો દિપક પ્રભાત શેટ્ટી (ઉ.વ.20) જી.એન.પંડ્યા કોલેજમાં એસવાય બીકોમમાં અભ્યાસ કરે છે. મંગળવારે બપોરે દિપક તેની માતાની મેસ્ટ્રો મોપેડ લઈ અંબિકા નિકેતનની પાછળ વોકવે ખાતે ગયો હતો અને ત્યાં મોપેડ પાર્ક કરી તેણે તાપીમાં ભરતીના પાણીમાં ઝંપલાવી દીધુ હતું. કોઈક રાહદારીની નજર પડતા તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૂમ માંથી ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભરતીના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધ ખોળ બાદ તેની લાશ મળી આવી હતી.


આ પણ જુઓ : Happy Birthday : પરવીન બાબી જૂનાગઢમાં સંઘર્ષ કરી કઇ રીતે બની બોલ્ડ અભિનેત્રી

પરિવાજનોનો આક્ષેપ
ફાયર ઓફિસરે વોકવે નજીક પાર્ક કરેલા મોપેડની ડીકીમાં મુકેલી ઈન્સ્યોરન્સ પોલિસી પરથી મળેલા નંબર પર ફોન કરી બનાવની જાણ કરતા દિપકના પિતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગઈ તા.29-30ના રોજ દિપકની એટીકેટીની પરીક્ષા હતી. જેમાં પરીક્ષાનો સમય પુરજો થાય તેની 10 મિનિટ પહેલા જ સુપરવાઇઝરે તેની પુરવણી લઈ લીધી હતી. જેથી દીપક હતાશ થઈ ગયો હતો અને તેના કારણે જ તેણે આવું પગલુ ભર્યુ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

gujarat surat Crime News