HIKAA વાવાઝોડું ફંટાયું, પણ ગુજરાત પર થશે આ અસર

25 September, 2019 12:11 PM IST  |  અમદાવાદ

HIKAA વાવાઝોડું ફંટાયું, પણ ગુજરાત પર થશે આ અસર

ચક્રવાતી તોફા હિકા ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂક્યુ છે, આ તોફાન ઓમાન તરફ ફંટાઈ ચૂક્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિકાની અસર બે દિવસ સુધી રહેશે. હિકાને કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વધી ગઈ છે. વાવઝોડું હિકા પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમી અરબ સાગરથી થઈને પશ્ચિમી-ઉત્ર દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન છેલ્લા છ કલાકથી 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચક્રવાતી તોફાન હિકાએ મંગળવારે જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલ આ તોફાન જબરજસ્ત આંધી સાથે ઓમાનના તટ પર પહોંચ્યું છે. પરિસ્થિતિને જોતા હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગે જહારે કરેલા બુલેટિનમાં કહેવાયું છે કે,'આમ તો હિકા વાવાઝોડું ગુજરાત તરફ આવવાની શક્યતા નથી, પરંતુ તેની અસર ગુજરાત પર દેખાશે. હિકા તોફાન આગામી છ કલાક સુધી પોતાની ઝડપ જાળવી રાખશે, બાદમાં તે નબળું પડી જશે.' રવિવારે સવારે ઉત્તર-પૂર્વ અને તેને અડીને આવેલા પૂર્વ મધ્ય અરબ સાગરમાં લો પ્રેશન સર્જાવાથી ચક્રવાત હિકા આગળ વધી ગયું છે.

હવામાન વિભાગ પ્રમાણે હિકા 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. લૉ પ્રેશરના કારણે બુધવારે સવારે તોફાન પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યું છે, અને તે 19 ડિગ્રી ઉત્તર, 20 ડિગ્રી ઉત્તર વચ્ચે ઓમાનનો કિનારો પાર કરે તેવી શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન પવનની ગતિ વધવાની અથવા તો તોફાન નબળું પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ PM મોદી ફરી આવશે ગુજરાત, રાજકોટને આપશે આ મહત્વની ભેટ

હિકાની અસરને કારણે ગુજરાતના દરિયા કિનારે 12 કલાક દરમિયાન 30-40 કિલોમીટર પ્રતિ કલાકથી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પૂર ઝડપે હવા ચાલશે. તેમણે કહ્યું કે સમુદ્રમાં સ્થિતિ વધુ ખરાબ રહેશે, પરંતુ માછીમારોને બુધવાર સુધી સમુદ્રમાં ન જવા સલાહ અપાઈ છે.

gujarat news ahmedabad oman