જિગ્નેશ મેવાણીએ એવું શું કર્યું કે કોર્ટે માત્ર 200રૂ.નો દંડ ફટકાર્યો

31 July, 2019 02:56 PM IST  |  Ahmedabad

જિગ્નેશ મેવાણીએ એવું શું કર્યું કે કોર્ટે માત્ર 200રૂ.નો દંડ ફટકાર્યો

Ahmedabad : MLA જિગ્નેશ મેવાણી હંમેશા દલિતો સમાજની સમસ્યાને લઇને અવાજ ઉઠાવતો આવ્યો છે. ત્યારે આવા જ 2 વર્ષ પહેલા દલિત સમાજની વિવિધ માંગણીના સમર્થનમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસ ટ્રેન રોકીને મુસાફરોને બાનમાં લેવા ઉપરાંત RPFના જવાનો પર હુમલો કરવાના કેસમાં કોર્ટ સમક્ષ મોડા હાજર થવા બદલ એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ બ્રિજેશકુમારી રાજપૂતે મંગળવારે MLA જીગ્નેશ મેવાણીને 200 રૂપિયા દંડ ફટકાર્યો છે. તેની સાથે તેની સામેનું વોરંટ રદ કરવાનો પણ હુકમ કર્યો છે. આગામી 31 ઓગસ્ટના રોજ આરોપીઓ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે.

 

દલિત સમાજની કેટલીક પડતર માંગણીઓના સમર્થનમાં 11 જાન્યુઆરી-2017ના રોજ સાંજે 5.40થી 6.05 વાગ્યા સુધી જીજ્ઞોશ મેવાણી સહિત બે ડઝનથી વધુ લોકોએ અમદાવાદ રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે રાજધાની એક્સપ્રેસના એન્જિન પર ચઢી ગયા હતા. તો કેટલાંક લોકો પાટા પર ટ્રેન આગળ ઊભા રહી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે આશરે 20 મીનીટ સુધી ટ્રેન વ્યવહાર ઠપ થઇ ગયો હતો.આ ગુના અંગે જીગ્નેશ મેવાણી સહિત બે ડઝન જેટલાં લોકો સામે આરપીએફ ઇન્સ્પેકટર નરેશ ખુશાલસીંહ વર્માએ ફરિયાદ નોંધાવી હતી. પશ્ચિમ રેલવે પોલીસે તપાસ કરી ચાર્જશીટ રજૂ કરવા મંજુરી માંગી હતી. મંજુરી આવ્યા બાદ પોલીસે જીજ્ઞોશ મેવાણી સહિત 30 લોકો સામે મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. જેથી કેસ ચાલવા પર આવ્યો હતો.

આ પણ જુઓ : Rajkot Rain: 24 કલાકમાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, આવી પડી અસર

કોર્ટમાં મોડા હાજર થતાં જિગ્નેશ મેવાણીને લાગ્યો 200રૂ. નો દંડ
આ કેસની મુદત વખતે જીજ્ઞોશ મેવાણી કોર્ટમાં સમયસર હાજર રહ્યાં ન હતા. જેથી કોર્ટે ગેરહાજર રહેલા આરોપીઓ સામે વોરંટ ઇસ્યુ કર્યા હતા. દરમિયાનમાં જીજ્ઞોશ મેવાણી કોર્ટમાં હાજર થયા હતા. જીગ્નેશ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, બીજી કોર્ટમાં મુદત હતી ત્યાં હાજર રહ્યો હતો. જેથી આ કોર્ટમાં હાજર થવામાં મોડું થયું હતું. પરંતુ કોર્ટે વોરંટ નીકળી ગયું હોવાથી રૂપિયા 200નો દંડ ફટકારીને વોરંટ રદ કર્યું હતું.

gujarat Jignesh Mevani ahmedabad