Coronavirus Outbreak: ગુજરાતમાં આજે કોરોનાનાં 376 કેસિઝ નોંધાયા

27 May, 2020 08:56 PM IST  |  Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: ગુજરાતમાં આજે કોરોનાનાં 376 કેસિઝ નોંધાયા

આમ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 15,205 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોના વાઇરસ, Covid-19થી સંક્રમિત થનારાઓનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે.  રાજ્યમાં 27મી મેના સાંજે 5.00 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ કોરોના વાયરસના 376 નવા  કેસ નોંધાયા છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 23 લોકોનાં મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 19 મોત અને 256 નવા કેસ નોંધાયા છે. આમ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 15,205 પર પહોંચ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 256, સુરતમાં 34 વડોદરામાં 29, મહીસાગદરમાં 147, વલસાડમાં 10, સુરેન્દ્રમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3, આણંદ, પાટણ, કચ્છમાં 2-2, ભાવનગર, મેહસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ એમ 376 કુલ નવા કેસ નોંધાયા છે.દેશમાં ગુજરાત કરતાં તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધુ છે છતાં ત્યાં મૃત્યુ થયેલા દર્દીઓની ટકાવારી ઓછી છે જ્યારે ગુજરાતમાં કોરોનાએ વધારે દર્દીનો ભોગ લીધો છે. મોર્બિડ અને કો-મોર્બિડ દર્દીઓની એકત્રિત ગણતરી સાથે જે આંકડો આવ્યો છે તેમાં ગુજરાતમાં કોરોનાએ મોતનો કોળિયો મોટો ભર્યો છે એમ કહી શકાય.

gujarat covid19 ahmedabad surat coronavirus