અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેને 5 વર્ષના ડેપ્યુટેશનમાં મોકલાયા

28 November, 2019 08:00 PM IST  |  Ahmedabad

અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેને 5 વર્ષના ડેપ્યુટેશનમાં મોકલાયા

અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે (PC : ANI)

અમદાવાદથી સરકારી સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેને ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. તો તેમની જગ્યાએ કે. નિરાલાની અમદાવાદના નવા કલેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. કે. નિરાલા એ વર્ષ 2005ની બેટના IAS છે. તમને જણાવી દઇએ કે કે. નિરાલા રાજકોટના પૂર્વ કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે.

વિક્રાંત પાંડેની ડેપ્યુટેશનમાં કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં પસંદગી થઇ છે
IAS વિક્રાંત પાંડે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. તેમની કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં પાંચ વર્ષ માટે પસંદગી થઈ છે. વિક્રાંત પાંડેને આંતર રાજ્ય પરિષદના નિર્દેશક (ડાયરેક્ટર) નિમાયા છે. તેમને 3 અઠવાડિયામાં હાજર થવા આદેશ કરાયો છે.

વિક્રાંત પાંડે ડોક્ટર

વિક્રાંત પાંડે એ મૂળ તો ડોકટરની ડિગ્રી મેળવી છે. રાજસ્થાનના વતની અને એમબીબીએસની ડિગ્રી ધરાવતાં વિક્રાંત પાંડેને બધા મિલનસાર સ્વભાવના ગણાવે છે. 2005ની બેચના આઈએએસ ઓફિસર ડો. વિક્રાંત પુરૂષોતમ પાંડે 9મી મે 2016થી રાજકોટના કલેક્ટર છે. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. કલામને પોતાના આદર્શ માને છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

વિક્રાંત પાંડેસરકારી સ્કૂલમાં ભણ્યા હતા

વિક્રાંત પાંડે 2005ની બેચના આઈ.એ.એસ.છે. સરકારી સ્કૂલમાં ભણેલા વિક્રાંત પાંડેના નામે અનેક રેકોર્ડ પણ બોલે છે. તેમજ તેમને અનેક એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.ડૉ.વિક્રાંત પાંડેનો જન્મ 22 એપ્રિલ 1979ના રોજ થયો હતો. તેઓ રાજસ્થાનના ઝાલાવાડના ગામ ઉન્હૈલની સરકારી સ્કૂલમાં ભણ્યા છે. તેમણે ઉન્હૈલમાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યા બાદ બકાનીની સરકારી શાળામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો.

gujarat ahmedabad