ગુજરાતમાં ઠંડીનું નવું આક્રમણ શરૂ, લઘુતમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટ્યું

08 January, 2019 07:56 AM IST  | 

ગુજરાતમાં ઠંડીનું નવું આક્રમણ શરૂ, લઘુતમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટ્યું

ઉત્તર ભારતના પવનની સીધી અસર વચ્ચે ગુજરાતમાં કોલ્ડ-વેવનો નવો દોર શરૂ થયો છે. કોલ્ડ-વેવના આ ત્રીજા રાઉન્ડમાં એક જ દિવસમાં બેથી ચાર ડિગ્રી જેટલી ઠંડી ઘટી હતી તો સાથોસાથ દિવસનું મહત્તમ તાપમાન પણ ઘટ્યું હતું, જેને લીધે દિવસ દરમ્યાન પણ ઠંડીની અસર સતત દેખાતી હતી. ગુજરાતના હવામાન વિભાગની આગાહી અનુસાર આવતા ૪૮થી ૭૨ કલાક દરમ્યાન કોલ્ડ-વેવની તીવ્રતા ઘટાડો થશે અને લઘુતમ તાપમાન હજી આટલું જ ઘટે એવી સંભાવના છે.

આ પણ વાંચોઃ આજથી ગુજરાતમાં કોલ્ડ-વેવનો ત્રીજો રાઉન્ડ શરૂ

ગુજરાતના મહત્વનાં શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો ગઈ કાલે નલિયામાં ૭.૭ ડિગ્રી, વલસાડમાં ૮.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૯ ડિગ્રી, ડીસામાં ૯.૪ ડિગ્રી, અમદાવાદમાં ૧૦.૨ ડિગ્રી, રાજકોટમાં ૧૦.૬ ડિગ્રી, બરોડામાં ૧૧.૪ ડિગ્રી, સુરતમાં ૧૩.૬ ડિગ્રી અને ભુજમાં ૧૨.૪ ડિગ્રી નોંધાયું હતું.

 

gujarat news