નવસારીના બાળકની કમાલ, કચરાપેટીમાં કચરો નાખવાના મળશે પૈસા

11 February, 2019 12:13 PM IST  |  નવસારી | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

નવસારીના બાળકની કમાલ, કચરાપેટીમાં કચરો નાખવાના મળશે પૈસા

શિક્ષક મેહૂલ પટેલ સાથે વિદ્યાર્થી ઓમ ગુપ્તા

દેશભરમાં મોદી સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે. સ્વચ્છતાનું સર્વેક્ષણ પણ કરાઈ રહ્યું છે. ત્યારે નવસારીના એક વિદ્યાર્થીએ એવું ડસ્ટબીન તૈયાર કર્યું છે, જેમાં કચરો નાખવાના પૈસા મળશે. જી હાં, કચરો નાખવાના પણ પૈસા મળશે. આમ તો કચરો આપણે ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ નવસારીની ઘેલખડી પ્રાથમિક શાળાના ઓમ ગુપ્તાએ ડિજિટલ ડસ્ટબીન તૈયાર કર્યું છે, જે તમારા નક્કામા કચરામાંથી પણ આવક રળી આપશે.

ઘેલખડીની પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી ઓમ ગુપ્તાએ પોતાના શિક્ષક મેહૂલ પટેલ સાથે મળીને આ ડસ્ટબીન તૈયાર કર્યું છે. આ ડિજિટલ ડસ્ટબીનમાં લોકો કાગળ અને પ્લાસ્ટિકનો જ કચરો નાખી શકશે.

કેવી રીતે કરશે કામ

આ ડસ્ટબીન માત્ર સ્માર્ટ કાર્ડથી જ ખોલી શકાશે. અને તેમાં લોકો કાગળ તેમ જ પ્લાસ્ટિકનો કચરો નાખી શક્શે. આ મશીન કચરાનું વજન કરશે, અને વજન પ્રમાણે સીધા બેન્ક અકાઉન્ટમાં જ પૈસા જમા થશે. સાથે જ તમારા ફોનમાં તેની મેસેજથી જાણ પણ થશે.

આ પણ વાંચોઃ નવસારીઃ3.50 કરોડની જૂની ચલણી નોટ સાથે 4 ઝડપાયા

રાષ્ટ્રીય કક્ષાએ લેવાશે નોંધ

ઓમ ગુપ્તાના આ પ્રોજેક્ટને જિલ્લા કક્ષાના ઈન્સ્પાયર એવોર્ડ પ્રદર્શનમાં પહેલું સ્થાન મળ્યું છે. હવે તે આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય કક્ષાએ 14-15 ફેબ્રુઆરીએ રજૂ કરશે. દિલ્હીમાં યોજાનાર એક પ્રદર્શનમાં ડિજિટલ ડસ્ટબીનનો કન્સેપ્ટ રજૂ કરવામાં આવશે.

 

gujarat news swachh bharat abhiyan