ભાજપના સ્થાપના દિવસે શાહનું શક્તિ પ્રદર્શન, અમદાવાદમાં કર્યો જનસંપર્ક

06 April, 2019 10:51 AM IST  |  અમદાવાદ

ભાજપના સ્થાપના દિવસે શાહનું શક્તિ પ્રદર્શન, અમદાવાદમાં કર્યો જનસંપર્ક

અમદાવાદમાં અમિત શાહનો રોડ શો(તસવીર સૌજન્યઃ ANI)

અમિત શાહે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત અમદાવાદમાં રોડ શોથી કરી છે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવારી કરી રહ્યા છે. આજે ભાજપનો સ્થાપના દિવસ પણ છે, જેને જોતા અમિત શાહનો આ રોડ શો મહત્વનો છે. આજે ભાજપના કેન્દ્રીય કક્ષાના મંત્રી નિર્મલા સીતારમણ પણ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે વેજલપુર વિધાનસભાથી પોતાના લોકસંપર્કની શરૂઆત કરી.

તસવીર સૌજન્યઃ ANI

અમિત શાહના લોકસંપર્કમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ જોડાયા. જ્યાં જ્યાં અમિત શાહ લોકસંપર્ક માટે જઈ રહ્યા છે ત્યાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. શાહના રોડ શોને ધ્યાનમાં રૂટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને SOGની ટીમ પણ હાજર છે.

આ પણ વાંચોઃ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, વિવેક ઓબરોયનો પણ સમાવેશ

શું છે ભાજપની ચૂંટણી પ્રચારની રણનીતિ?
અમિત શાહ અને ભાજપના સ્ટાર પ્રચારકો અલગ અલગ સમયે પ્રચાર માટે ગુજરાતમાં આવશે. સાથે તેઓ સમય-સમય પર પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી સ્થિતિ અને આયોજનની સમીક્ષા પણ કરશે. રાજ્યમાં એક ચરણમાં 23 એપ્રિલે મતદાન થવા જઈ રહ્યું છે.

મહત્વનું છે કે અમિત શાહે લોકસભા માટે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પણ રોડ શો કરી શક્તિ પ્રદર્શનની સાથે સાથી પક્ષોની એકતાનું પણ પ્રદર્શન કર્યું હતું. આ સમયે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના પ્રમુખ પ્રકાશ સિંહ બાદલ અને લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન હાજર હતા. અત્યાર સુધી સતત ચૂંટાઈ આવતા ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીની જગ્યાએ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે.

amit shah ahmedabad Loksabha 2019 Gujarat BJP