Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, વિવેક ઓબરોયનો પણ સમાવેશ

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, વિવેક ઓબરોયનો પણ સમાવેશ

05 April, 2019 06:49 PM IST |

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, વિવેક ઓબરોયનો પણ સમાવેશ

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર


ભાજપ દ્વારા ગુજરાતમાં 26 સીટો માટે ચૂંટણી માટે ચૂંટણી પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા ગુજરાતમાં 20 એપ્રિલ સુધી ચૂંટણીનો પ્રચાર કરશે. આ યાદીમાં રાજનાથ સિંહ, નિર્મલા સીતારામણ, નીતિન ગડકરી, આદિત્યનાથ. અરુણ જેટલી જેવા હાઈ કમાન્ડના નેતા સામેલ રહેશે. સાથે સાથે બીજેપી અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ રહેશે.

અભિનેતા વિવેક ઓબરોય પણ ભાજપની રેલીઓમાં જોડાશે અને ભાજપ તરફથી પ્રચાર કરશે. આ સિવાય પણ ઘણા બોલીવૂડ સ્ટાર્સ આ પ્રચારમાં સામેલ રહેશે. ભાજપ કાલે તેનો સ્થાપના દિવસ મનાવશે તેની સાથે જ ગુજરાતમાં સ્ટાર પ્રચારકો પ્રચારની શરુઆત કરશે. ગુજરાતમાં 23 એપ્રિલે ઈલેક્શન થનાર છે તેના પહેલા રાજ્યની તમામ સીટોની આ પ્રચારકો મુલાકાત લેશે.



 


આ પણ વાંચો: મનન દેસાઈઃજુઓ કેવી છે આ ગુજરાતી કોમેડિયનની પર્સનલ લાઈફ

 


આવતી કાલે અમિત શાહ ગુજરાતમાંથી જનસંપર્ક કરી સ્થાપના દિવસની ઉજવણીની શરુઆત કરશે. આ સિવાય નિર્મલા સીતારમન વડોદરા ખાતે ઉજવણી કરી પ્રચાર કરશે ત્યારબાદ આણંદમાં મહિલા સંમેલનને સંબોધશે.

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2019 06:49 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK