03 March, 2025 10:53 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
અમિત શાહે ગઈ કાલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામમાં નવનિર્મિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કર્યાં
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામમાં નવનિર્મિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કર્યાં હતાં. આ પ્રસંગે તેમણે સપરિવાર પૂજા-અર્ચના કરી હતી. આ હવેલીની સ્થાપના કાંકરોલીવાળા વલ્લભાચાર્ય ડૉ. વાગિશકુમારજી મહારાજશ્રીએ કરી છે. તેઓ પણ ગઈ કાલે ઉપસ્થિત રહ્યા હતા.