ભાજપના સ્થાપના દિવસે અમદાવાદમાં અમિત શાહનો રોડ શો

05 April, 2019 03:44 PM IST  |  અમદાવાદ

ભાજપના સ્થાપના દિવસે અમદાવાદમાં અમિત શાહનો રોડ શો

અમિત શાહ (PC : PTI)

લોકસભા ચુંટણી માટે ગાંધીનગરથી પોતાનું ફોર્મ ભર્યા બાદ અમિત શાહ પહેલાવાર અમદાવાદમાં રોડ શો કરશે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મોડી રાતે અમદાવાદ આવશે. આવતી કાલે ભાજપનો સ્થાપના દિવસ હોવાથી કાર્યકર્તાઓ સાથે તેની ઉજવણી કરશે. અમદાવાદના વેજલપુર અને સાબરમતીમાં રોડ-શો પણ કરશે.


સવારે 9 વાગ્યાથી રોડ શો શરૂ થશે

ગાંધીનગર મત વિસ્તારમાં પ્રચાર અર્થે શાહ કાલે સવારે 9 વાગ્યાથી રેલી સાથે રોડ શો કરશે. કાલે ભાજપનો સ્થાપના દિવસ હોવાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાડવા શાહ અમદાવાદ આવી રહ્યા છે. રોડ શોનો રૂટ આ મુજબ છે. વણઝર-સરખેજ-મકરબા-શિવાનંદ નગર-વેજલપુર-જીવરાજ પાર્ક- પ્રહલાદ નગર-લોટસ સ્કુલ ચાર રસ્તા- માનશી સર્કલ –વસ્ત્રાપુર

આ પણ વાંચો : જાણો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રાજકીય સફર

એલ.કે. અડવાણીની જગ્યાએ અમિત શાહને ટીકિટ આપવામાં આવી
જોકે આ પહેલા 29 માર્ચના રોજ અમિત શાહે ગાંધીનગરમાં ચુંટણી માટે ફોર્મ ભરતા પહેલા રોડ શો કર્યો હતો. અમિત શાહ આ વખતે ગાંધીનગરથી લોકસભા ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું. આ પહેલા આ સીટ પરથી વરીષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી છેલ્લા છ વર્ષથી ચુંટણી લડતા આવ્યા છે અને જીતી છે. ત્યારે આ વખતે મોદી સરકારે તેમની જગ્યાએ અમિત શાહને મેદાન પર ઉતાર્યા છે.

indian politics amit shah ahmedabad gujarat Gujarat BJP Election 2019