અમદાવાદઃઆગામી 5 દિવસ હિટવેવની આગાહી, યલો એલર્ટ જાહેર

08 April, 2019 05:56 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃઆગામી 5 દિવસ હિટવેવની આગાહી, યલો એલર્ટ જાહેર

આગામી દિવસોમાં વધશે ગરમી

રાજ્યમાં સૂરજ પોતાના તેવર બતાવી રહ્યો છે. ભરબપોરે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે આગામી દિવસોમાં શહેરમાં હજી ગરમી વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસમાં હિટવેવની આગાહી કરી છે. ઉત્રતગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છામાં હિટવેવની આગાહી કરાઈ છે.

ત્યારે બીજી તરફ હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. આ સિવયા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાન 41 ડિગ્રી પાર કરી શકે છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં પણ તાપમાન વધશે.

આ પણ વાંચોઃ ધોમધખતા ઉનાળામાં ઠંડક મેળવવા જાઓ ગુજરાતની આ જગ્યાઓએ

ઉલ્લેખનીય છે કે યલો એલર્ટમાં તાપમાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ રહેતું હોય છે. ત્યારે નાના બાળકો, વરિષ્ઠ નાગરિકો, નબળા લોકોએ અને સગર્ભા સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. સાથે જ લૂથી બચવા માટે પુષ્કળ પ્રમામમાં પાણી પીતા રહેવું જરૂરી છે. જો બહાર નીકળવું પડે તો પાતળા કપડા, ટોપી અને છત્રીની મદદથી ગરમીથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.લ્સ અવશ્ય પહેરવા.

gujarat news