સુરત પોલીસ લોન અપાવવામાં કરશે મદદ

24 January, 2023 10:27 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વ્યાજખોરીમાં ફસાતા લોકોને બહાર કાઢવા વિકલ્પ ઊભો કરશે – ૧૦૦ નંબર ઉપર ફોન કરીને જે કોઈ માહિતી આપશે એ બૅન્કો સુધી પોલીસ વિભાગ પહોંચાડશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમદાવાદ : ગુજરાત સરકારે વ્યાજખોરો સામે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે ત્યારે વ્યાજખોરીનું ગુનાહિત દુષ્ચક્ર તોડવા અને વ્યાજખોરીમાં ફસાતા લોકોને બહાર કાઢવા વિકલ્પ ઊભો કરવાના ભાગરૂપે સુરત પોલીસે નવતર પહેલ કરતાં એ બૅન્કો સાથે સંપર્ક કરીને જરૂરિયાતમંદને લોન અપાવવામાં મદદ કરશે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે એની જાહેરાત કરી હતી. 

આ પણ વાંચો : આવતા વર્ષથી ગુજરાતમાં મેડિકલ અને ટે​ક્નિકલ કૉલેજમાં ગુજરાતીમાં કરાવાશે અભ્યાસ

સુરત પોલીસે કરેલી જાહેરાત મુજબ કોઈ પણ ઇસમને લોનની જરૂરત હોય તો તે ૧૦૦ નંબર પર ફોન કરીને તેનો ફોન નંબર અને અડ્રેસ આપશે એ પોલીસ વિભાગ બૅન્ક સાથે શૅર કરશે. બૅન્ક એની ચકાસણી કરીને તેની પાસે યોગ્ય કાગળ છે કે કેમ એની ચકાસણી કરીને તેને લોન આપશે. ઉલ્લેખની છે કે ગુજરાતમાં અનધિકૃત વ્યાજખોરો સામે મેગા ડ્રાઇવ કરીને પોલીસે ૨૨ જાન્યુઆરી સુધીમાં વ્યાજખોરો સામે ૬૯૮ એફઆઇઆર કરીને ૮૦૮ આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં ૧૬૫૦ લોકદરબાર યોજીને લોકોની વ્યથા સાંભળવામાં આવી હતી અને માર્ગદર્શન આપીને તેમની ફરિયાદો નોંધી હતી.

gujarat news surat ahmedabad shailesh nayak