ચાલતી ટ્રેનમાં ચડતો હતો મુસાફર, અચાનક લપસ્યો પગ અને.... જુઓ વીડિયો

25 September, 2019 04:14 PM IST  |  અમદાવાદ

ચાલતી ટ્રેનમાં ચડતો હતો મુસાફર, અચાનક લપસ્યો પગ અને.... જુઓ વીડિયો

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના થતા અટકી છે. અમદાવાદના કાલુપુરુ રેલવે સ્ટેસન પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડી રહ્યો હતો, ત્યારે અચાનક તેનો પગ લપસ્યો અને તે પ્લેટફોર્મ તેમજ ટ્રેનની વચ્ચે લટકી ગયો. ટ્રેન ચાલતી હતી અને આ મુસાફર લટકી રહ્યો હતો. બરાબર ત્યારે જ પ્લેટફોર્મ પર હાજર RPF જવાને તેને પકડીને ટ્રેનના ડબ્બામાં ધકેલી દીધો. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

રેલવે મંત્રાલયે આ વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં દેખાય છે કે આશ્રમ એક્સપ્રેસ પ્લેટફોર્મ છોડી રહી હતી. ત્યારે જ એક મુસાફર બ્રિજ ઉતરીને ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન તે પોતાનું સંતુલન ખોઈ નાખે છે અને ટ્રેનના પગથિયા પર લટકી જાય છે.

આ વ્યક્તિ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની ખાલી જગ્યા પર પડે તે પહેલા જ પ્લેટફોર્મ પર હાજર બે આરપીએફ જવાનોએ તેને બચાવી લીધો. વીડિયોમાં દેખાય છે કે આરપીએફના જવાનો મુસાફરને પકડીને ટ્રેનના ડબ્બામાં ધકેલી દે છે. રેલવે મંત્રાલયે આ વીડિયો શૅર કરીને લખ્યું છે,'તમે ફિટ અને સ્માર્ટ હશો, પરંતુ ચાલતી ટ્રેનમાં ચડવાની કોશિશ ન કરો.'

આ વીડિયોને મંગળવારે સવારે ટ્વિટર પર શૅર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેને 1 લાખથી વધુ વ્યૂઝ, 12 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. લોકો કમેન્ટ સેક્શનમાં આરપીએફ જવાનોના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓના એક ફોનથી પૂરાઈ જશે ખાડા, આ છે AMCની નવી સ્કીમ

ઉલ્લેખનીય છે કે જૂનમાં ઓડિશાના ઝારસુગુડા સ્ટેશન પર એક મુસાફર ચાલતી ટ્રેનમાંથી લપસ્યો હતો. તેને પણ જવાનોએ જ બચાવ્યો હતો. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

ahmedabad gujarat news western railway