અમદાવાદીઓના એક ફોનથી પૂરાઈ જશે ખાડા, આ છે AMCની નવી સ્કીમ

Published: Sep 25, 2019, 14:46 IST | અમદાવાદ

વરસાદને કારણે અમદાવાદના રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ખાડા વચ્ચે રોડ છે કે રોડ વચ્ચે ખાડા એ જ સમજાતું નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી સ્કીમ શરૂ કરી છે.

અમદાવાદમાં આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે શહેરમાં 30 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે શહેરમાં નાગરિકોને ગરમીથી રાહત મળી પરંતુ વરસાદ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ લેતો આવ્યો. જેમ કે ભારે વરસાદને કારણે અમદાવાદના રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ખાડા વચ્ચે રોડ છે કે રોડ વચ્ચે ખાડા એ જ સમજાતું નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી સ્કીમ શરૂ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક ફોન કરીને 24 કલાકમાં ખાડા પુરવાની સુવિધા શરૂ કરી છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર હેન્ડલ પર ફોન નંબર પણ શૅર કરવામાં આવ્યો છે. આ જાહેરાત પ્રમાણે જો તમારા વિસ્તારમાં રોડ પર ખાડા છે તો તમે 155303 ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ફરિયાદ કરી શકો છો, અને માત્ર 24 કલાકમાં જ તમારા વિસ્તારમાં ખાડા પૂરાઈ જશે. જો કે આ સાથે જ તંત્રએ મોટા ભાગના પોટ હોલ્સ રિપેર થઈ ગયા હોવાનો દાવો કર્યો છે.

તંત્રનો દાવો છે કે શહેરના જુદા જુદા વિસ્તારમાં 3 કરડોના ખર્ચે 14 હજારથી વધુ ખાડા પૂરવામાં આવ્યા છે.કે તંત્રએ છેલ્લા 9 દિવસમાં 14,316 ખાડાનું પુરાણ કરવા 3 કરોડનો ખર્ચ કર્યો છે. ત્યારે એક ખાડો પૂરવા માટે મ્યુનિ.ને 2100 રૂપિયા જેટલો સરેરાશ ખર્ચ કર્યો છે. આ ઉપરાંત મ્યુનિ.એ 137696 ચો.મી. જેટલા રસ્તા પરના પેચવર્ક કર્યું છે. તે ધ્યાને લઇએ તો પ્રતિ ચો.મી. મ્યુનિ.એ રૂ. 218 જેટલો ખર્ચ થયો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK