અમદાવાદ : કાફેમાં IPL મેચ પર સટ્ટો રમતા 5 લોકોની ધરપકડ

04 April, 2019 04:32 PM IST  |  અમદાવાદ

અમદાવાદ : કાફેમાં IPL મેચ પર સટ્ટો રમતા 5 લોકોની ધરપકડ

પ્રતિકાત્મક ફોટો

અત્યારે દેશભરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગનો માહોલ જામ્યો છે. ત્યારે ક્રિકેટની કોઇ પણ મોટી ઇવેન્ટમાં પોલીસ સૌથી વધુ સતર્ક થઇ જાય છે. કારણ કે લોકો ક્રિકેટ મેચ પર સટ્ટો રમનારા લોકોની સંખ્યા વધી જાય છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી આઇપીએલમાં સટ્ટો રમતા લોકોની ધરપકડ થઇ હતી. તેવામાં ગઇકાલે બુધવારે ફરી પોલીસે ચા-નાસ્તાના કાફેમાં આઇપીએલની મેચ પર સટ્ટો રમતા 5 લોકોની ધરપકડ કરી હતી.

ટી-સ્ટોલમાં બેસીને રમતા હતા મેચ પર સટ્ટો
અમદાવાદ શહેર આજ કાલ મોડે સુધી જાગતું અને ભાગતું શહેર છે. તેમાં પણ આઇપીએલની સીઝનમાં લોકો મોડે સુધી બહાર રહેતા હોય છે. ત્યારે શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલા એક જાણીતા ટી-સ્ટોલ પર બેસી મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં સટ્ટો રમતા
5 શખ્સની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પાંચેય યુવક વોટ્સએપ ચેટના માધ્યમથી સટ્ટો રમી મોન્ટુ ઠક્કર પાસે સટ્ટો કપાવતા હતા.


આ પણ વાંચો : એક વિકેટકિપર જેને તમે ક્યારે વિકેટકિંપિંગ કરતા નથી જોયો

બાતમીના આધારે પોલીસે સટ્ટો રમતા ઝડપ્યા
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર.ભરવાડ અને ટીમને મળેલી બાતમીના આધારે શહેરની જાણીતી ટી-સ્ટોલ પર સ્ક્રીન પર ચાલતી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની મેચ પર સટ્ટો રમતા દર્શિત ઠકરાર (રહે. બોડકદેવ), અશોની રામચંદાની (રહે. થલતેજ), વરૂણ શાહ (રહે. શેલા, સાણંદ), વૈભવ જાદવ (રહે. બોપલ), પ્રકાશ શાહ (રહે. સોલારોડ)ને ઝડપી લીધા હતા. પોલીસે તેઓના મોબાઈલ ફોનમાં જોતા અલી ટ્રીપ ફ્રી આઈપીએલ અને ટેલિગ્રામની એપમાં લાઈફટાઈમ ફ્રી ટિપ્સ લખેલી હતી, અન્ય યુવકોની વોટ્સએપ ચેટમાં જોતા ખાવા લેવાના ભાવ તેવું લખેલુ હતું. ક્રિકેટરોના ફોટા પણ મોબાઈલમાંથી મળી આવ્યા હતા. પાંચેય યુવકો ઓનલાઈન ક્રિકેટ રમતા મળી આવતા વસ્ત્રાપુર પોલીસે પાંચ મોબાઈલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

gujarat ahmedabad Ipl 2019