ગુજરાતમાં વાદળો છવાશે, 7-14 મે દરમ્યાન દિવસ વરસાદ પડી શકે

06 May, 2021 01:49 PM IST  |  Ahmedabad | Agency

આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીના લીધે વરસાદ થશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમ જ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

પ્રતીકાત્મક તસવીર

આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીના લીધે વરસાદ થશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, અરવલ્લી, ઉત્તર ગુજરાતના ભાગો તેમ જ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ૭મી મેથી ૧૪મી મે વચ્ચે કચ્છના ભાગો તેમ જ રાજસ્થાનના ભાગોમાં ધૂળકટ થશે એમ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.
૭મી મેથી ૧૪મી મે વચ્ચે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધૂળકટ થવાની શકયતા છે. ઉપરાંત બંગાળના ઉપસાગરના ભેજના કારણે તેમ જ અરબી સમુદ્રના ભેજના કારણે પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટી જોર પકડશે. એમાં ઓડિશાના ભાગો, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા છે. ઘણી વખત દિવસના ભાગમાં એકદમ અંધારું થઈ જાય તેવાં વાદળો આવશે.

ઉલ્લેખનીય છે કે હજી સત્તાવાર ચોમાસાને વાર છે. એ પૂર્વે ડબલ સીઝનના કારણે હાલના કોરોનાના વાતાવરણમાં વધુ લોકો ઋતુજન્ય બીમારીમાં પટકાય એવી પણ ભીતિ સેવાઈ રહી છે.

gujarat ahmedabad Gujarat Rains saurashtra kutch