21 દિવસમાં 1000 ડેન્ગી-મલેરિયાના કેસ નોંધાયા, 3 બાળકોનાં મોત

25 September, 2019 08:43 AM IST  |  અમદાવાદ

21 દિવસમાં 1000 ડેન્ગી-મલેરિયાના કેસ નોંધાયા, 3 બાળકોનાં મોત

ડેન્ગી-મલેરિયા

રાજ્યમાં રોગચાળાએ દહેશત ફેલાવી છે. ડેન્ગી અને મલેરિયાએ હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ખુદ ૬૦ ડૉક્ટરો અને નર્સ સહિત સીઆરપીએફના ૧૫ જવાનો ડેન્ગી અને મલેરિયાના ભરડામાં આવ્યા છે. આ સાથે ત્રણ બાળકોનો રોગચાળામાં ભોગ લેવાયો છે. રાજ્યભરની હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ રહી છે. અનેક હૉસ્પિટલોમાં આઇસીયુ અને એનઆઇસીયુ બેડ ખાલી નથી.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ૬૦ ડૉક્ટર અને નર્સને ડેન્ગી થયો છે. અમદાવાદમાં મલેરિયાના ૪૪૭ કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ સિવિલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ ડેન્ગીના કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ ચાંદખેડા અને ગોતામાં ડેન્ગીના કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : સાબરમતી આશ્રમમાં આવી અધધધ 14 હજારથી વધુ ટપાલ

રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે ત્યારે સીઆરપીએફના જવાનો પણ માંદગીના બિછાને છે. સીઆરપીએફના ૧૫ જેટલા જવાનો ડેન્ગી અને મલેરિયાનો ભોગ બન્યા છે. એકસાથે ૧૫ જેટલા જવાનોને અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા છે. સીઆરપીએફના જવાનો હૉસ્પિટલના ઈ૫ વૉર્ડમાં સારવાર લઈ રહ્યા છે.

gujarat ahmedabad