અમદાવાદમાં ઓમિક્રોનની એન્ટ્રી, લંડનથી આવેલો મુસાફર થયો સંક્રમિત, રાજ્યમાં કુલ 11 કેસ 

19 December, 2021 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આણંદના યાત્રી અમદાવાદ એરપોર્ટ પર  પહોંચ્યો ત્યારે કોરોના રિપોર્ટ કરવામાં આવતાં તે પોઝિટિવ આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન(Omicron)એ દુનિયાભરમાં  ખળબળાટ મચાવ્યો છે. ઝડપથી ફેલાતા આ વેરિયન્ટના ઘણા કેસો દેશમાં સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનના દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ એક વ્યક્તિમાં ઓમિક્રોન જોવા મળ્યો છે. 

અમદાવાદ સિવિલની મેડિસીટીમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ શંકાસ્પદ કોરોનાગ્રસ્ત દર્દી ઓમિક્રોનથી સંક્રમિત થયો છે. હાલમાં હોસ્પિટલમાં તૈયાર કરાયેલા ઓમિક્રોન વોર્ડમાં આ દર્દી સારવાર ચાલી રહી છે. 

આણંદના યાત્રી અમદાવાદ એરપોર્ટ પર  પહોંચ્યો ત્યારે કોરોના રિપોર્ટ કરવામાં આવતાં તે પોઝિટિવ આવ્યો હતો. લંડનથી દુબઈ થઈ અમદાવાદ આવેલા 48 વર્ષીય દર્દીનું સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યું હતું.

ઓમિક્રોનના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરમાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. ગાંધીનગરના સેક્ટર-1માં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 11 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. સૌપ્રથમ કેસ જામનગરમાં સામે આવ્યો હતો. જો કે તે દર્દી હવે સાજો પણ થઈ ગયો છે. 

 

gujarat news gujarat ahmedabad Omicron Variant coronavirus