ગુજરાતના પ્રધાને કહ્યું, બીજેપીના તમામ ૧૧૧ વિધાનસભ્યો મુર્મુની તરફેણમાં મતદાન કરશે

18 July, 2022 09:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ મીટિંગ આ પહેલાં બુધવારે નર્મદા જિલ્લામાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી પાસે કેવડિયામાં યોજાવાની હતી, પણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એ મીટિંગ મોકૂફ રાખવામાં આવી હતી

અમદાવાદમાં ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ.

રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીના એક દિવસ પહેલાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગઈ કાલે અમદાવાદમાં ગુજરાત બીજેપીના વિધાનસભ્યોને મળ્યાં હતાં. એ પહેલાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અમદાવાદ ઍરપોર્ટ પર તેમને આવકારવા પહોંચ્યા હતા. મુર્મુએ ત્યાર બાદ અમદાવાદમાં નારાયણી હાઇટ્સ હોટેલમાં રાજ્યમાં બીજેપીના વિધાનસભ્યો સાથે વાતચીત કરી હતી.

આ મીટિંગ આ પહેલાં બુધવારે નર્મદા જિલ્લામાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી પાસે કેવડિયામાં યોજાવાની હતી, પણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એ મીટિંગ મોકૂફ રાખવામાં આવી હતી.

રાજ્યના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આ મીટિંગ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં બીજેપીના તમામ ૧૧૧ વિધાનસભ્યો મુર્મુની તરફેણમાં મતદાન કરશે. અન્ય પાર્ટીઓના વિધાનસભ્યો પણ તેમને મત આપી શકે છે. અમને તેમને વિનંતી કરીએ છીએ.’ 

gujarat gujarat news bharatiya janata party Gujarat BJP bhupendra patel