રાહતનો સમય પૂરો, નવા ટ્રાફિક નિયમોનો આજથી કડક અમલ શરૂ

01 November, 2019 08:20 AM IST  |  સુરત | તેજસ મોદી

રાહતનો સમય પૂરો, નવા ટ્રાફિક નિયમોનો આજથી કડક અમલ શરૂ

પ્રતીકાત્મક તસવીર

નવો મોટર વ્હિકલ એક્ટ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે, જોકે ગુજરાત સરકારે દંડમાં રાહત આપી હતી, અને લોકોને સુવિધા મળે અને તકલીફ ન પડે તે માટે ૩૧મી ઓક્ટોબર સુધી હેલ્મેટ, પીયૂસી અને એચએસઆરપી નંબર પ્લેટમાં છૂટછાટ આપી હતી.
સરકારે આપેલી છૂટછાટ પૂરી થતાં પહેલી નવેમ્બર એટલે કે આજથીથી પોલીસ વિભાગ ફરી કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માવઠાના સંગોજો છે, નવું વાવાઝોડું 'મહા'નો ઉદ્દભવ

સુરત શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આપેલી છુટછાટ પુર્ણ થઈ ગઈ છે, જેથી નિયમનોનું કડક પાલન કરાશે પહેલી નવેમ્બરે પોલીસ કડક કામગીરી શરૂ કરશે, જેના માટે શહેરમાં ૬૦ પોઇન્ટ પર એન્ફોર્સમેન્ટ ટીમ મુકાશે. આ ટીમ લાઇસન્સ, પીયૂસી, ઇન્સ્યોરન્સ સહિતના ડોક્યુમેન્ટ, હેલ્મેટ, એચએસઆરપી નંબર પ્લેટ નહીં હોય તેવા વાહન ચાલકોને નવા નિયમ મુજબ દંડ કરશે, આ સાથે જ નંબર પ્લેટ માં ફેરફાર કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

gujarat surat