ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માવઠાના સંજોગો છે, નવું વાવાઝોડું 'મહા'નો ઉદ્દભવ

Updated: Nov 01, 2019, 18:39 IST | Rajkot

વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે શ્રીલંકા નજીક લોપ્રેશર બે દિવસ પહેલા બન્યું હતું. જે ગઇકાલે એટલે કે બુધવારે રાત્ર‘મહા’નામના વાવાઝોડામાં પરીવર્તિત થયું હતું અને તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં હતું.

Rajkot : દિવાળીના પવિત્ર તહેવાર પર ગુજરાત ભરમાં મેઘરાજાએ વરસી પડ્યા હતા. જોકે ત્યાર બાદ 2 થી 3 દિવસ સુધી ગુજરાતભરમાં વરસાદ પડ્યો હતો. આવા સમયે વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે સૈરાષ્ટ્રના જાણીતા અખબાર અકિલાના માધ્યમથી જણાવ્યું હતું કે શ્રીલંકા નજીક લોપ્રેશર બે દિવસ પહેલા બન્યું હતું. જે ગઇકાલે એટલે કે બુધવારે રાત્રમહાનામના વાવાઝોડામાં પરીવર્તિત થયું હતું અને તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં હતું. હાલમાં આ વાવાઝોડુ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાંથી મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશ કરે છે. જેનું લોકેશન ૧૨.૧ ડિગ્રી નોર્થ અને ૭૨.૭ ડિગ્રી ઈસ્ટ જે બેંગ્લુરૃથી ૨૫૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમ દક્ષિણે છે.

12 કલાકમાં આ વાવાઝોડું વધુ મજબુત બનવાની શક્યાતા
આ સિસ્ટમ્સ હાલમાં ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. જે ૧૨ કલાક બાદ ઉત્તર પશ્ચિમ તરફ પ્રયાણ કરશે અને હજુ મજબૂત બનશે. તો બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મંડરાઇ રહેલ
'કયાર' વાવાઝોડુહવે ઘણુ નબળુ પડી ગયુ છે. જે ઓમાન તરફ ગતિ કરતુ હતું અને ઓમાનના સલાલાહથી ૬૭૦ કિ.મી. પૂર્વ ઉત્તર તરફ છે. આવતા ત્રણેક દિવસ આ જ વિસ્તારમાં રહેશે અને નબળુ પડતુ જશે.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

આંદામાન દરિયામાં વધુ એક લો પ્રેશર બનવાની શક્યતા સેવાઇ રહી છે
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વધુ એક લોપ્રેશર સિસ્ટમ ઉભી થઇ રહી છે. જે નોર્થ આંદામાન દરિયામાં 3 નવેમ્બરના આસપાર લોપ્રેશર બનવાની શક્યતા છે અને બંગાળની ખાડીમાં વધુ મજબુત બની શકે છે. દિવાળી અને નવા વર્ષના પ્રારંભના દિવસોમાં આગાહી મુજબ અનેક વિસ્તારોમાં વરસાદ પડી ગયો હતો. દરમિયાન તા.૧ થી ૪ નવેમ્બર (શુક્રથી સોમ) દરમિયાન ત્રણેક દિવસ માવઠાના સંજોગો યથાવત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK