OMC રેસિંગ ક્વોલિફાય થનાર પહેલી ગુજરાતી યુવતી છે ઋષિતા ભાલાળા

09 May, 2019 03:31 PM IST  |  સુરત | ભાવિન રાવલ

OMC રેસિંગ ક્વોલિફાય થનાર પહેલી ગુજરાતી યુવતી છે ઋષિતા ભાલાળા

ગુજરાતની બાઈકર ગર્લ ઋષિતા ભાલાળાની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાઈ ચૂક્યુ છે. ઋષિતા ભાલાળા ટીવીએસ દ્વારા યોજાતી વન મેક રેસિંગ કોમ્પિટિશનમાં ક્વોલિફાય થનારી પહેલી ગુજરાતી મહિલા રેસર બની ચૂકી છે. સુરતની આ યુવતીએ ચેન્નાઈમાં યોજાયેલા સિલેક્શન રાઉન્ડમાં પાંચમા નંબરે સ્થાન મેળવીને આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય કરી લીધું છે.

ગત અઠવાડિયાએ ચેન્નાઈમાં ટીવીએસ રેસિંગનો ક્વોલિફાઈંગ રાઉન્ડ યોજાયો હતો. જેમાં દેશભરમાંથી કુલ 35 મહિલા રેસર્સે પાર્ટિસિપેટ કર્યું હતું. આ 35 મહિલા રેસર્સને મુંબઈ અને બેંગ્લોરથી સિલેક્ટ કરવામાં આવી હતી. ઋષિતા ભાલાળા આ 35 મહિલા રેસર્સમાં પણ સિલેક્ટ થનારી એકમાત્ર ગુજરાતી યુવતી હતી.

 

આ 35 યુવતીઓ વચ્ચે ચેન્નાઈના મદ્રાસ મોટો રેસ ટ્રેક પર ક્વોલિફાઈંગ રાઉન્ડ યોજાઈ ગયો. જેમાંથી 16 રેસર્સને આગળા રાઉન્ડ માટે સિલેક્ટ કરવામાં આવી છે. આ 16માં ઋષિતાએ પાંચમાં નંબર પર ક્વોલિફાય કર્યું છે. આ કોમ્પિટિશન કેટલી અઘરી હતી તેનો અંદાજ એ વાત પરથી આવે છે કે આ રેસમાં કેટલીક નેશનલ ચેમ્પિયન્સ યુવતીઓએ પણ પાર્ટિસિપેટ કર્યું હતું.

આ પણ વાંચોઃ ઋષિતા ભાલાળાઃમળો ગુજરાતની એક માત્ર બાઈકર ગર્લને, જે હવા સાથે કરે છે વાતો 

હવે આ વન મેક ચેમ્પિયનશિપ 2019નો આગામી રાઉન્ડ જૂન મહિનામાં યોજાવા જઈ રહ્યો છે. જૂનની 5,6 અને 7 તારીખે તેનો આગળનો રાઉન્ડ યોજાશે. જેમાં ઋષિતા ભાલાળા આગળના રાઉન્ડમાં ક્વોલિફાય થવા માટે ફરી એકવાર રેસિંગ ટ્રેક પર ઉતરશે.

surat gujarat news