PM નરેન્દ્ર મોદી અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલમાં વસ્તુ ખરીદીને ઉદ્ઘાટન કરશે

12 January, 2019 08:16 AM IST  |  અમદાવાદ | Shailesh Nayak

PM નરેન્દ્ર મોદી અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલમાં વસ્તુ ખરીદીને ઉદ્ઘાટન કરશે

PM મોદી કરશે ઉદઘાટન

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૧૮થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯માં સૌપ્રથમ વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાઉન્ડ ટેબલ બેઠક યોજશે એટલું જ નહીં, પરંતુ નરેન્દ્ર મોદી અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલનું અનોખી રીતે ઓપનિંગ કરશે જેમાં તેઓ વસ્તુ ખરીદીને શૉપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે.

ગુજરાતના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં વિગતો આપતાં કહ્યું હતુ કે શેપિંગ અ ન્યુ ઇન્ડિયા થીમ પર ૧૮થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ યોજાશે, જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૮મીએ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સૌપ્રથમ વાર સૉવરિન વેલ્થ ફન્ડ, પેન્શન ફન્ડ અને ઇãન્સ્ટટuુશનલ ઇન્વેસ્ટમેન્ટ સંસ્થાના વડાઓ સાથે નરેન્દ્ર મોદી રાઉન્ડ ટેબલ બેઠક કરીને વિવિધ મુદ્દાઓ પર સીધો સંવાદ કરશે. ડેન્માર્ક, ચેક રિપબ્લિક, ઉઝબેકિસ્તાન, માલ્ટા અને રવાંડા દેશોના વડાઓ સાથે વન-ટુ-વન બેઠક યોજશે તેમ જ ડિનર પણ યોજશે.

આ અગાઉ ૧૭ જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી બપોરે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. સાંજે ચાર વાગ્યે અમદાવાદમાં નવી બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇãન્સ્ટટuૂટ ઑફ મેડિકલ સાયન્સ ઍન્ડ રિસર્ચ હૉસ્પિટલની વિઝિટ કરશે અને સાંજે અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલમાં ટોકન પર્ચે‍ઝ કરી શૉપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે.

સમિટની નવમી આવૃત્તિમાં ૧૫ દેશો ભાગીદાર દેશ તરીકે સહભાગી બનશે જેમાં ઑસ્ટ્રેલિયા, કૅનેડા, ચેક રિપબ્લિક, ડેન્માર્ક, ફ્રાન્સ, જપાન, મૉરોક્કો, નૉર્વે, પોલૅન્ડ, સાઉથ આફ્રિકા, રિપબ્લિક ઑફ કોરિયા, થાઇલૅન્ડ, નેધરલૅન્ડ, યુએઈ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૧ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સહભાગી બનશે.

સમિટમાં આપણા દેશમાંથી તેમ જ ૧૧૫ દેશના ડેલિગેટ્સ આવશે. અત્યાર સુધીમાં ૨૦ હજાર ડેલિગેટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સમિટ દરમ્યાન ૨૦ કન્ટ્રી સેમિનાર અને ૭ સ્ટેટ સેમિનાર,મેગા ટ્રેડ શો, બાયર–સેલર મીટ, વાઇબ્રન્ટ ગુજરાત - આફ્રિકા ડે સહિતના પોગ્રામ યોજાશે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિરમાં હાલમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાતના એક કાર્યક્રમના ભાગરૂપે કરાચી ચેમ્બર્સ ઑફ કૉમર્સને અપાયું આમંત્રણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના યોજાનારા વિવિધ કાર્યક્રમો પૈકીના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની કરાચી ચેમ્બર્સ ઑફ કૉમર્સ ભાગ લેવા આવે એવી શકયતા જણાઈ રહી છે. આ માટે ગુજરાત ચેમ્બર્સ ઑફ કૉમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કરાચી ચેમ્બર્સ ઑફ કૉમર્સને આમંત્રણ અપાયું છે.

આ પણ વાંચોઃ 17 જાન્યુઆરીએ ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ છે કાર્યક્રમ

વાઇબ્રન્ટ ગુજરાતમાં પાકિસ્તાનને આમંત્રણ અપાયું હોવા વિશે પૂછવામાં આવતાં ગુજરાતના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ગુજરાત સરકાર પાકિસ્તાનને બોલાવતુ નથી, આમંત્રણ નથી આપ્યું. ગુજરાત ચેમ્બર્સ ઑફ કૉમર્સે જે કાર્યક્રમ રાખ્યો છે એમાં ગ્લોબલ ચેમ્બર્સને બોલાવી રહ્યા છે એમાં પાકિસ્તાન એક છે. ૩૫ ચેમ્બર્સ ઑફ કૉમર્સને આમંત્રણ આપ્યું છે એમાં કરાચી ચેમ્બર્સ ઑફ કૉમર્સને ગુજરાત ચૅમ્બર્સ ઑફ કૉમર્સે બોલાવી છે.

narendra modi gujarat news