17 જાન્યુઆરીએ ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ છે કાર્યક્રમ

ગાંધીનગર | Jan 11, 2019, 15:30 IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17 જાન્યુઆરી એટલે કે સાત દિવસ બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. 18, 19, અને 20 જાન્યુઆરીએ ગાંધીનગરમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ સમિટનું વડાપ્રધાન મોદી ઉદઘાટન કરશે.

17 જાન્યુઆરીએ ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ છે કાર્યક્રમ

 

વાઈબ્રન્ટ સમિટના ઉદઘાટનની સાથે સાથે વડાપ્રધાન મોદી અમદાવાદની વી. એસ. હોસ્પિટલનું પણ ઉદઘાટન કરવાના છે.

પીએમ મોદીના કાર્યક્રમ પ્રમાણે તેઓ 17મીએ 2.30 વાગે ગુજરાત આવશે. અને 4 વાગે વી. એસ. હોસ્પિટલની નવી ઈમારતનું લોકાર્પણ કરશે. સાથે જ વી. એસ. હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે મીટિંગ કરશે.

તો 5.45થી 5 વાગ્યા સુધી વડાપ્રધાન મોદી રિવરફ્રન્ટ પર યોજાનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લેશે અને તેનું ઉદઘાટન કરશે. તો સાંજે તેઓ ગાંધીનગર પરત ફરશે અને ગાંધી કુટિરમાં લેસર શૉ નિહાળશે.

આ પણ વાંચોઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યોજાશે બે લાખ ચોરસમીટરમાં સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ-શોત ગ્લોબલ સમિટમાં 

18 તારીખે વાઈબ્રન્ટ સમિટનું ઉઘાટન થશે. વડાપ્રધાન મોદી 18 જાન્યુઆરીએ સવારે 10 વાગે મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે 18મીએ રાત્રે વડાપ્રધાન મોદી ડેલિગેટ્સ સાથે ડિનર કરશે સાથે જ તે જ દિવસે સાંજે 4થી 6 વાગ્યા સુધી વન ટુ વન બેઠક પણ કરશે.

 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK