નિત્યાનંદના પાસપોર્ટની મુદત પુરી, ગેજેટની તપાસ કર્યા બાદ થશે ધરપકડ

22 November, 2019 07:20 PM IST  |  Ahmedabad

નિત્યાનંદના પાસપોર્ટની મુદત પુરી, ગેજેટની તપાસ કર્યા બાદ થશે ધરપકડ

અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ નિત્યાનંદ આશ્રમ વિવાદમાં વધુ એક વળાંક આવ્યો છે. આ કેસમાં અત્યારે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) તપાસ કરી રહી છે. SIT ની ટીમે ગુરૂવાર આશ્રમની તપાસ હાથ ધરી હતી. જેમાં ટીમને 14 લેપટોપ, 43 ટેબ્લેટ,4 મોબાઇલ, પેન ડ્રાઇવ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે કબ્જે કરાયેલા ગેજેટની તપાસ કર્યા બાદ જ નિત્યાનંદની ધરપકડ માટે કાર્યવાહી માટે આગળ વધીશુ. તેના પાસપોર્ટની વિગતો હજુ સુધી મળી નથી. તેની પાસે રહેલા હાલના પાસપોર્ટની મુદ્દત પુરી થઈ ગઈ છે. તપાસ દરમ્યાન જરૂર જણાશે તો અમે કર્ણાટક જઈશું અને આગળની કાર્યવાહી હાથ ધરીશું.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

તત્વપ્રિયા અને નિત્યાનંદિતાનું IP એડ્રેસ સ્ટ્રેસ થતું નથી
ડીવાયએસપીએ આગળ કહ્યું કે, તેમજ હીલિંગની શું પ્રક્રિયા થતી હતી તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બંને યુવતીઓ(તત્વપ્રિયા અને નિત્યાનંદિતા)પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરતી હોવાથી તેઓનું આઇપી એડ્રેસ ટ્રેસ થતું નથી. તેમજ ગુજરાતના આશ્રમમાં નિત્યયાનંદનો શું રોલ હતો?તે અંગે પણ તપાસ કરી રહ્યા છીએ.

gujarat ahmedabad Crime News