એસટી બસની બારીમાં લટકીને વિદ્યાર્થીઓ કરે છે મુસાફરી, જુઓ વીડિયો

22 September, 2019 04:26 PM IST  |  નડિયાદ

એસટી બસની બારીમાં લટકીને વિદ્યાર્થીઓ કરે છે મુસાફરી, જુઓ વીડિયો

Image Courtesy: Naresh Parmar Twitter

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે એસટી બસનું સૂત્ર છે 'સલમાત સવારી, એસટી અમારી.' પરંતુ બસના ડ્રાઈવર-કંડક્ટરો માટે જાણે સૂત્ર બસ પર લખવા માટે જ બન્યું છે. એસટી બસના સ્ટાફને મુસાફરોની કોઈ ચિંતા ન હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં કેટલાક છોકરાઓ બસની બારીમાં લટકીને મુસાફરી કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં લોકોના હસવાનો અવાજ સંભળાઈ રહ્યો છે.

વીડિયોમાં દેખાય છે કે એસટી બસ આખી ભરેલી છે, અને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ તેમાં ચડવા પ્રયત્ન કરી રહ્યા છે. જગ્યા ન મળતા કેટલાક વિદ્યાર્થીઓ દરવાજે બહાર લટકે છે. તો એક વિદ્યાર્થી છેક બારી પકડીને લટકી જાય છે. આ 49 સેકન્ડના વીડિયોમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી દેખાઈ રહી છે.

તમે જ જોઈ લો વીડિયો

આ વીડિયો નડિયાદનો હોવાનું ખુલાસો થયો છે. મળતી માહિતી પ્રમાણે બસમાં જગ્યા ન હોવા છતાંય ડ્રાઈવરે બસ ઉભી રાખી હતી. અને વિદ્યાર્થીઓ તેમાં ચડ્યા પણ ખરા. પલાણા ITIથી નડિયાદ એમ બે કિલોમીટરના રૂટ પર વિદ્યાર્થીઓ બસના દરવાજે લટકતા રહ્યા.

આ પણ વાંચોઃ પાળેલો ઉંદર છોકરીનું હોમવર્ક ચાવી ગયો

આ વીડિયો વાઈરલ થયા બાદ એસટી તંત્ર હરકતમાં આવ્યું છે. એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરની દલી દેવાઈ છે. ડ્રાઈવરની ખંભાત અને કંડક્ટરની બાલાસિનોર બદલી થઇ છે. નડિયાદ ડેપોની બસ નંબર GJ-18-Y-5214માં વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યાં હતા.

gujarat news