Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાળેલો ઉંદર છોકરીનું હોમવર્ક ચાવી ગયો

પાળેલો ઉંદર છોકરીનું હોમવર્ક ચાવી ગયો

22 September, 2019 10:38 AM IST | મુંબઈ ડેસ્ક

પાળેલો ઉંદર છોકરીનું હોમવર્ક ચાવી ગયો

ઘરકામ ચાવી ગયો પાળેલો ઉંદર

ઘરકામ ચાવી ગયો પાળેલો ઉંદર


ડૉગ, બિલ્લી કે ઉંદર જેવાં પ્રાણીઓ પાળવામાં ક્યારેક મુસીબત પણ આવી જતી હોય છે. અમેરિકાના ઓહાયોમાં રહેતી ઝોઇ મૂર રુન્ક નામની યુવતીએ એક વિડિયો ક્લિપ શૅર કરીને પોતાની મૂંઝવણ શૅર કરી છે. બહેન ફાર્મ બિઝનેસ પર અભ્યાસ કરી રહ્યા છે અને એ માટે તેમણે કેટલીક હોમ ટેસ્ટ લખી હતી. જોકે તે એ સબમિટ કરે એ પહેલાં તો તેના જ પાળેલા ઉંદરે એનો કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો. પાઇનેપલ નામના પાળેલા ઉંદરભાઈ ઝોઇના લખેલા કાગળિયાને પલંગ નીચે લઈ ગયા હતા અને પછી ત્યાં કતરી નાખીને ઝોઇની મહેનત પર પાણી ફેરવી નાખ્યું હતું. સામાન્ય રીતે નાનાં બાળકો સ્કૂલનું હોમવર્ક ન કર્યું હોય ત્યારે પોતાના પાળેલા પ્રાણીના નામે બિલ ફાડી દે છે અને ડૉગી ચાવી ગયો કે બિલાડીએ ફાડી નાખ્યું જેવાં બહાનાં આપે છે, જોકે ઝોઇને હવે સમજાતું નથી કે પાળેલા ઉંદરનું શું કરવું?


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 10:38 AM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK