NIRF રેન્કિંગમાં ગુજરાતની માત્ર 18 કોલેજો-યુનિવર્સિટીને સ્થાન

09 April, 2019 11:38 AM IST  |  દિલ્હી

NIRF રેન્કિંગમાં ગુજરાતની માત્ર 18 કોલેજો-યુનિવર્સિટીને સ્થાન

શિક્ષણ સામે સવાલ

રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળતી જતી હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. NIRF એટલે કે નેશનલ ઈન્સ્ટીટ્યુટ રેન્કિંગ ફ્રેમવર્કના તાજેતરમાં સર્વેમાં ગુજરાતની માત્ર 18 શૈક્ષણિક સંસ્થાઓને સ્થાન મળ્યું છે. તેમાં પણ ટોપ 100માં ગુજરાતની એક પણ કોલેજ કે યુનિવર્સિટી નથી. NIRFએ દેશભરની યુનિવર્સિટી, કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, IIT, NIT, ફાર્મસી, મેડિકલ, લૉ, આર્કિટેક્ચર કોલેજોનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.

2019ના રેન્કિંગ પ્રથમ વખત રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવ્યા છે. આ રેન્કિંગમાં IIT મદ્રાસને પ્રથમ સ્થાન મળ્યું છે. જો કે ગુજરાતની એક પણ કોલેજ કે યુનિવર્સિટીને ટોપ 100માં જગ્યા નથી મળી. NIRFએ રેન્કિંગ માટે ટીચિંગ લર્નિંગ રિસોર્સ, રિસર્ચ એન્ડ કન્સલટેશન, ગ્રેજ્યુએટ આઉટરીચ, આઉટરીચ એક્ટિવિટી અને પરસેપ્શન એમ પાંચ માપદંડ નક્કી કર્યા છે, જે પ્રમાણે દરેક શૈક્ષણિક સંસ્થાએ પોતાનો રિપોર્ટ સબમીટ કરવો પડે છે. બાદમાં દરેક સંસ્થાને રેન્ક ફાળવવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભરૂચઃઅકસ્માતમાં 2 જૈન સાધ્વીના મોત

જો કે રાહતની વાત માત્ર એટલી છે કે યુનિવર્સિટી કેટગરીમાં આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીને 67મો રેન્ક મળ્યો છે. તો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત અને PDPUને 151થી 200 વચ્ચે રેન્ક મળ્યો છે. મેનેજમેન્ટ કેટેગરીમાં પણ ગત વર્ષે IIM અમદાવાદ પહેલા નંબરે હતી, જે આ વખતે બીજા નંબરે જતી રહી છે. તો વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીને 101થી 200ની વચ્ચે રેન્ક મળ્યો છે.

gujarat news