પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી પર મોરારી બાપુનું નિશાન, કહ્યું આવું

10 June, 2019 07:36 PM IST  |  અમદાવાદ

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી પર મોરારી બાપુનું નિશાન, કહ્યું આવું

જાણીતા ગુજરાતી કથાકાર મોરારિબાપુએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર આડકતરા પ્રહાર કર્યા છે. મોરારિબાપુએ પોતાની કથા દરમિયાન આડકતરી રીતે મમતા બેનર્જી તરફ આંગળી ચીંધી. અમદાવાદમાં યોજાયેલી એક કથા દરમિયાન ભગવાન શ્રીરામના નામને લઈ મોરારિબાપુએ નિવેદન આપ્યું.

શું બોલ્યા બાપુ ?

મોરારિબાપુએ અમદાવાદમાં યોજાયેલી એક કથામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી પર પ્રહાર કરીને આડે હાથ લીધાં હતાં. કથા દરમિયાન મોરારિબાપુએ દીદીનો ઉલ્લેખ કરીને કહ્યું કે,'આજકાલ કેટલાક લોકો જયશ્રી રામ સાંભળીને ભૂરાયા થાય છે. સત્તામાં મોટો ફટકો પડતા ગાંડાની જેમ બીજા પાછળ દોડી રહ્યા છે. હવે દેશમાં જય શ્રીરામ બોલવું પણ ભારે પડી રહ્યું છે. કારણ કે લોકોને તે ગમતું નથી.'

મમતા બેનર્જી પર કર્યા પ્રહાર

મળતી માહિતી પ્રમાણે કથા દરમિયાન મોરારિબાપુએ સીએમ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. મોરારિબાપુ ક્યારેક ક્યારેક પોતાની કથા દરમિયાન રાજકીય સ્થિતિનો ઉલ્લેખ કે ટકોર કરતા રહેતા હોય છે.

આ પણ વાંચોઃ Video:મોરારિબાપુએ જાતે ચા બનાવી, વીડિયો વાઈરલ

ગિન્નાયા હતા મમતા બેનર્જી

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલાથી જ પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારેલા ગરમી જેવી સ્થિતિ સર્જાઈ છે. એમાંય ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આ સ્થિતિ વધુ ઉગ્ર બની છે. મમતા બેનર્જીના કાફલા સામે લોકોએ જયશ્રી રામના નારા લગાવતા મમતા બેનર્જી બે વખત ગાડીમાંથી બહાર નીકળ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ ભાજપે મમતા બેનર્જીને જય શ્રી રામ લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ લખવાનો નિર્ણય લીધો હતો.

gujarat ahmedabad