Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Video: મોરારિબાપુએ જાતે ચા બનાવી, વીડિયો વાઈરલ

Video: મોરારિબાપુએ જાતે ચા બનાવી, વીડિયો વાઈરલ

10 June, 2019 05:12 PM IST | આફ્રિકા

Video: મોરારિબાપુએ જાતે ચા બનાવી, વીડિયો વાઈરલ

મોરારિ બાપુ (ફાઈલ ફોટો)

મોરારિ બાપુ (ફાઈલ ફોટો)


જાણીતા કથાકાર મોરારિબાપુના ગુજરાતમાં મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. મોરારિબાપુની કથામાં પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. મોરારિબાપુની રામ કથાનો આસ્વાદ લેવા માટે નાનાથી લઈ મોટા તમામ ઉંમરના બાળકો હાજરી આપે છે. મોરારિબાપુની લોકપ્રિયતા સાત સમુંદર પાર પણ છે.

વિદેશોમાં પણ મોરારિબાપુના ફેન્સ મોટી સંખ્યામાં છે. હાલ મોરારિબાપુ આફ્રિકાના પ્રવાસે છે. આફ્રિકાના રવાન્ડામાં મોરારિબાપુની કથા ચાલી રહી છે. ત્યારે આ કથામાંથી મોરારિબાપુનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં મોરારિ બાપુ ચા બનાવતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં મોરારિબાપુ ગેસ પર જાતે દૂધ ઉકાળીને ચા બનાવી રહ્યા છે. આસપાસમાં લોકો હિન્દીમાં વાત કરતા સંભળાઈ રહ્યા છે.




 

આ પણ વાંચોઃ કથાકાર મોરારીબાપુના નાના ભાઈનું નિધન, અસ્મિતા પર્વ રદ્દ


મળતી માહિતી પ્રમાણે આ વીડિયો આફ્રિકાના કિંગાલી રવાડાનો છે, જ્યાં બાપુની માનસ હનુમાન કથા હતી. આ કથા દરમિયાન જ બાપુએ મોડી રાત્રે જાતે ચા બનાવી હતી. આફ્રિકાના સેવકોએ બાપુએ સ્વહસ્તે બનાવેલી ચાને પ્રસાદ તરીકે ગ્રહણ કરી હતી. બાપુએ ખાંડ નાખીને અસ્સલ કાઠિયાવાડી ચા બનાવી હતી. આફ્રિકામાં હાજર સેવકોએ પહેલીવાર બાપુના હાથની ચા પીધી હતી.

 

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2019 05:12 PM IST | આફ્રિકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK