India Smartcity Award:33 શહેરની યાદીમાં રાજકોટ-વડોદરાની પસંદગી

17 April, 2019 05:54 PM IST  |  ગાંધીનગર

India Smartcity Award:33 શહેરની યાદીમાં રાજકોટ-વડોદરાની પસંદગી

Image Courtesy : WWF India

સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ યોજાતી ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટમાં રાજ્યના બે શહેરોની પસંદગી થઈ છે. ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2019માં ગુજરાતના રાજકોટ અને વડોદરા શહેરની પસંદગી થઈ છે. કુલ 100 શહેરમાંથી દેશભરના 33 શહેર આ કોન્ટેસ્ટમાં ક્વોલિફાય થયા છે, જેમાં રાજકોટ અને વડોદરાનો પણ સમાવેશ થયા છે. સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત આ કોન્ટેસ્ટ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર આયોજિત કરે છે.

હવે રાજકોટ અને વડોદરા બંને શહેર આગામી તબક્કા માટે તૈયારી કરશે. પ્રપોઝલ સ્ટેજ માટે બંને શહેરો તૈયારી શરૂ કરશે. આગામી 15 મે 0219ના રોજ ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2019 પહેલા સબમિશન કરાવવું જરૂરી છે.  આગામી તા. 15 જુન સુધીમાં તમામ સારા પ્રોજેકટોની વિગતો અને માહિતી સરકારમાં સુપ્રત કરવાની રહેશે. તેમજ આગામી 25 જૂને એવોર્ડ વિતરણ કરવામાં આવશે

15 મે પહેલા વડોદરા મહાનગરપાલિકા આપશે માહિતી 

આ એવોર્ડ માટેસ્માર્ટ સિટી હેઠળના પ્રોજેક્ટની વિગતો, ખર્ચ અને વિશેષતાઓ જમા કરાવવામાં આવશે. સિટી કમાન્ડ સેન્ટર, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ સિટી બસ મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર જેવા વિવિધ પ્રોજેકટોને આધારે અંતિમ વિજેતા શહેરો નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતના મિજાજ અને રંગોનો પર્યાય છે મેળાઓ, તમે પણ લો મુલાકાત

ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્સટેસ્ટ ભારતના શહેરોને અદ્યતન બનાવવા માટે યોજવામાં આવે છે. આ કોન્ટેસ્ટ હેઠળ શહેરની વ્યૂહ રચનાઓ, શહેરી પ્રવૃત્તિઓ, નવીનતમ પ્રોજેક્ટસ્, પ્રોજેક્ટ્સની ઈમ્પેક્ટ વગેરેનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ કોન્ટેસ્ટ દ્વારા પ્રોજેક્ટસ અને ઇનોવેટીવ યોજનાઓ જેનાં અમલીકરણથી સલામત તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય તેવા પ્રોજેકક્ટસોને પ્રોત્સાહન આપવામાં આવે છે..

gujarat rajkot vadodara news