ગુજરાતના મિજાજ અને રંગોનો પર્યાય છે મેળાઓ, તમે પણ લો મુલાકાત

Updated: Apr 14, 2019, 16:04 IST | Falguni Lakhani
 • ડાંગ દરબાર ડાંગની અસ્મિતાનો પડઘો એટલે ડાંગ દરબાર. હોળીના તહેવારની સાથે પાંચ દિવસીય મેળો યોજવામાં આવે છે. ડાંગ જિલ્લાના આહવામાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. દરબારનું નામ પડે એટલે રાજા મહારાજાઓનું નામ યાદ આવે. અને ડાંગ દરબારમાં ભારતીય બંધારણ અનુસાર રાજવીઓને સલિયાણું પણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ડાંગ દરબાર દરમિયાન રાજવીઓને સલિયાણું આપવામાં આવે છે. તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  ડાંગ દરબાર
  ડાંગની અસ્મિતાનો પડઘો એટલે ડાંગ દરબાર. હોળીના તહેવારની સાથે પાંચ દિવસીય મેળો યોજવામાં આવે છે. ડાંગ જિલ્લાના આહવામાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. દરબારનું નામ પડે એટલે રાજા મહારાજાઓનું નામ યાદ આવે. અને ડાંગ દરબારમાં ભારતીય બંધારણ અનુસાર રાજવીઓને સલિયાણું પણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ડાંગ દરબાર દરમિયાન રાજવીઓને સલિયાણું આપવામાં આવે છે.
  તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ

  1/10
 • ચિત્ર-વિચિત્રનો મેળો સાબરકાંઠાના ગુણભાંખરી ગામે નામથી જ વિચિત્ર એવો ચિત્ર-વિચિત્રના મેળાનું આયોજન થાય છે. આ મેળાને જોવા માટે વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે. લોક વાયકા અનુસાર હસ્તિનાપુરના રાજા શાંતનુના બે કુંવરો ચિત્ર અને વિચિત્ર આ જગ્યાએ હોમાઈ ગયા હતા. એટલે તેનું નામ ચિત્ર-વિચિત્રનો મેળો પડ્યો છે. એવું પણ કહેવાય છે કે આ મેળામાં યુવક અને યુવતીઓ એકબીજાને પસંદ કરે છે. આ મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ

  ચિત્ર-વિચિત્રનો મેળો
  સાબરકાંઠાના ગુણભાંખરી ગામે નામથી જ વિચિત્ર એવો ચિત્ર-વિચિત્રના મેળાનું આયોજન થાય છે. આ મેળાને જોવા માટે વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે. લોક વાયકા અનુસાર હસ્તિનાપુરના રાજા શાંતનુના બે કુંવરો ચિત્ર અને વિચિત્ર આ જગ્યાએ હોમાઈ ગયા હતા. એટલે તેનું નામ ચિત્ર-વિચિત્રનો મેળો પડ્યો છે. એવું પણ કહેવાય છે કે આ મેળામાં યુવક અને યુવતીઓ એકબીજાને પસંદ કરે છે. આ મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
  તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ

  2/10
 • તરણેતરનો મેળો તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાય છે. આ સ્થળ એ જ છે જ્યાં મહાભારતના સમયમાં અર્જુન અને દ્રૌપદીના લગ્ન થયા હતા. તરણેતરના આ મેળામાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. ખાસ કરીને તેમાં જોવા મળતી રંગબેરંગી છત્રીઓ અને ભાતીગળ પોષાકો આકર્ષણનું કેન્દ્ર બને છે. તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ

  તરણેતરનો મેળો
  તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાય છે. આ સ્થળ એ જ છે જ્યાં મહાભારતના સમયમાં અર્જુન અને દ્રૌપદીના લગ્ન થયા હતા. તરણેતરના આ મેળામાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. ખાસ કરીને તેમાં જોવા મળતી રંગબેરંગી છત્રીઓ અને ભાતીગળ પોષાકો આકર્ષણનું કેન્દ્ર બને છે.
  તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ

  3/10
 • અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો નવલા નોરતામાં જગતજનની મા અંબાને આમંત્રણ આપવા માટે ભક્તો પગપાળા ચાલીને અંબાજી પહોંચે છે. આ મેળો આસ્થાના કુંભ સમાન છે. સાત દિવસ આ મેળો ચાલે છે. જેનો લાખો ભક્તો લાભ લે છે અને માતાના દર્શન કરીને પાવન પણ થાય છે.   

  અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો
  નવલા નોરતામાં જગતજનની મા અંબાને આમંત્રણ આપવા માટે ભક્તો પગપાળા ચાલીને અંબાજી પહોંચે છે. આ મેળો આસ્થાના કુંભ સમાન છે. સાત દિવસ આ મેળો ચાલે છે. જેનો લાખો ભક્તો લાભ લે છે અને માતાના દર્શન કરીને પાવન પણ થાય છે.   

  4/10
 • શામળાજીનો મેળો શામળાજીનો મેળો કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. મેશ્વો નદીના કિનારે આ મેળો ભરાય છે. જેમાં ભાગ લેવા દેશ વિદેશથી ભક્તો આવે છે. નદીમાં ડૂબકી મારે છે અને પુણ્ય મેળવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે શામળાજીના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી ચાલીને પણ આવે છે. તસવીર સૌજન્યઃ tourmyindia.com

  શામળાજીનો મેળો
  શામળાજીનો મેળો કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. મેશ્વો નદીના કિનારે આ મેળો ભરાય છે. જેમાં ભાગ લેવા દેશ વિદેશથી ભક્તો આવે છે. નદીમાં ડૂબકી મારે છે અને પુણ્ય મેળવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે શામળાજીના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી ચાલીને પણ આવે છે.
  તસવીર સૌજન્યઃ tourmyindia.com

  5/10
 • વૌઠાનો મેળો પુરાણોમાં પણ જે મેળાનો ઉલ્લેખ જોવા મળે છે, તે મેળો એટલે વૌઠાનો મેળો. જેમાં ગર્દભનું વેચાણ થાય છે. અને તેના માટે જ આ મેળો પ્રસિદ્ધ છે. ધોળકા તાલુકાના વૌઠા ગામે સપ્તનદી એટલે કે સાત નદીઓના સંગમ સ્થાન પર આ મેળો ભરાય છે. આ મેળામાં ભક્તિ, શ્રદ્ધા અને ભાવનાનો સંગમ થાય છે. મેળામાં મનોરંજન, ખાણીપીણી અને રમકડાના સ્ટોલ હોય છે. સાથે આ મેળામાં ઊંટનું પણ વેચાણ કરવામાં આવે છે. તસવીર સૌજન્યઃ tourmyindia.com

  વૌઠાનો મેળો
  પુરાણોમાં પણ જે મેળાનો ઉલ્લેખ જોવા મળે છે, તે મેળો એટલે વૌઠાનો મેળો. જેમાં ગર્દભનું વેચાણ થાય છે. અને તેના માટે જ આ મેળો પ્રસિદ્ધ છે. ધોળકા તાલુકાના વૌઠા ગામે સપ્તનદી એટલે કે સાત નદીઓના સંગમ સ્થાન પર આ મેળો ભરાય છે. આ મેળામાં ભક્તિ, શ્રદ્ધા અને ભાવનાનો સંગમ થાય છે. મેળામાં મનોરંજન, ખાણીપીણી અને રમકડાના સ્ટોલ હોય છે. સાથે આ મેળામાં ઊંટનું પણ વેચાણ કરવામાં આવે છે.
  તસવીર સૌજન્યઃ tourmyindia.com

  6/10
 • માધવરાયનો મેળો માધવરાય એટલે શ્રી કૃષ્ણ. આ મેળો માધવપુરમાં યોજાય છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઋક્ષ્મિણીજીના વિવાહ ખયા હતા. દર વર્ષે ચૈત્ર મહિનામાં પરંપરાગત મેળાનું આયોજન થાય છે. આ મેળા દરમિયાન ભગવાનના લગ્ન પણ લેવામાં આવે છે. ભાદર, ઓઝત અને મધુવંતી નદીના સંગમ પર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ભાટ, બારોટ અને ચારણ કવિઓ પણ આવે છે અને દુહા, છંદની રમઝટ બોલાવે છે. આ મેળામાં રામ નવમીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તસવીર સૌજન્યઃ gujaratorbit.com

  માધવરાયનો મેળો
  માધવરાય એટલે શ્રી કૃષ્ણ. આ મેળો માધવપુરમાં યોજાય છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને ઋક્ષ્મિણીજીના વિવાહ ખયા હતા. દર વર્ષે ચૈત્ર મહિનામાં પરંપરાગત મેળાનું આયોજન થાય છે. આ મેળા દરમિયાન ભગવાનના લગ્ન પણ લેવામાં આવે છે. ભાદર, ઓઝત અને મધુવંતી નદીના સંગમ પર આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ભાટ, બારોટ અને ચારણ કવિઓ પણ આવે છે અને દુહા, છંદની રમઝટ બોલાવે છે. આ મેળામાં રામ નવમીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
  તસવીર સૌજન્યઃ gujaratorbit.com

  7/10
 • ક્વાંટનો મેળો ક્વાંટનો આ મેળો છોટાઉદેપુરમાં યોજાય છે. રાઠવા જાતિના લોકો માટે ક્વાંટનો મેળો એકબીજાને મળવાનો ઉત્સવ છે. આ મેળામાં તેમના જાત ભાતના લોકો જોવા મળશે. આ લોકો પરંપરાગત આદિવાસી લેશભૂષામાં જોવા મળે છે. કેટલાક લોકો તેમના ચહેરા પર પેઈન્ટિંગ કરીને પણ આવે છે. આ મેળામાં તમને ટ્રાઈબલ વાઈબ્સ મળશે. તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ

  ક્વાંટનો મેળો
  ક્વાંટનો આ મેળો છોટાઉદેપુરમાં યોજાય છે. રાઠવા જાતિના લોકો માટે ક્વાંટનો મેળો એકબીજાને મળવાનો ઉત્સવ છે. આ મેળામાં તેમના જાત ભાતના લોકો જોવા મળશે. આ લોકો પરંપરાગત આદિવાસી લેશભૂષામાં જોવા મળે છે. કેટલાક લોકો તેમના ચહેરા પર પેઈન્ટિંગ કરીને પણ આવે છે. આ મેળામાં તમને ટ્રાઈબલ વાઈબ્સ મળશે.
  તસવીર સૌજન્યઃ ગુજરાત ટુરિઝમ

  8/10
 • જન્માષ્ટમીનો મેળો સાતમ-આઠમ એટલે કે શ્રીકૃષ્ણના જન્મોત્સવનો સમય. આ સમયે રાજ્યના અલગ અલગ સ્થળે મેળા લાગે છે. જેમાં સૌથી જાણીતો છે સૌરાષ્ટ્રના રાજકોટનો મેળો. આ મેળામાં રાઈડ્સ, ખાણી પીણી અને શોપિંગની મજા માણવા માટે લોકો ઉમટી પડે છે. પાંચ દિવસ ચાલતા આ મેળાને માણવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

  જન્માષ્ટમીનો મેળો
  સાતમ-આઠમ એટલે કે શ્રીકૃષ્ણના જન્મોત્સવનો સમય. આ સમયે રાજ્યના અલગ અલગ સ્થળે મેળા લાગે છે. જેમાં સૌથી જાણીતો છે સૌરાષ્ટ્રના રાજકોટનો મેળો. આ મેળામાં રાઈડ્સ, ખાણી પીણી અને શોપિંગની મજા માણવા માટે લોકો ઉમટી પડે છે. પાંચ દિવસ ચાલતા આ મેળાને માણવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

  9/10
 • ભવનાથનો મેળો શિવરાત્રી પર ભક્તો માટે રાજ્યમાં આસ્થાનું કેન્દ્ર એટલે ભવનાથ.અહીં મિનિકુંભ તરીકે ઓળખાતો ભવનાથનો મેળો યોજાય છે. શિવરાત્રિના પર્વ પર દેશભરમાંથી નાગા બાવાઓ અહીં આવે છે અને ધૂણી ધખાવે છે. પાંચ દિવસ ચાલતા આ મેળામાં સાધુઓ અને નાગા બાવાઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. સાથે જ તેમાં મ્યુઝિક, ડાન્સ, આર્ટ અને ક્રાફ્ટનો સંગમ થાય છે. વર્ષોથી આ પરંપરા ચાલે છે અને તેનો લાખો લોકો ભાગ લે છે.

  ભવનાથનો મેળો
  શિવરાત્રી પર ભક્તો માટે રાજ્યમાં આસ્થાનું કેન્દ્ર એટલે ભવનાથ.અહીં મિનિકુંભ તરીકે ઓળખાતો ભવનાથનો મેળો યોજાય છે. શિવરાત્રિના પર્વ પર દેશભરમાંથી નાગા બાવાઓ અહીં આવે છે અને ધૂણી ધખાવે છે. પાંચ દિવસ ચાલતા આ મેળામાં સાધુઓ અને નાગા બાવાઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. સાથે જ તેમાં મ્યુઝિક, ડાન્સ, આર્ટ અને ક્રાફ્ટનો સંગમ થાય છે. વર્ષોથી આ પરંપરા ચાલે છે અને તેનો લાખો લોકો ભાગ લે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતની પ્રજા આનંદ અને ઉત્સવપ્રિય છે. અહીં તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. અને તેમાં પણ મેળાઓ તો ગુજરાતીઓને ખૂબ જ પ્રિય છે. મેળા એટલે એક પ્રકારના મેળાવડા. જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થાય છે અને મનોરંજન તેમજ ખાણીપીણીનો આનંદ ઉઠાવે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK