ગુજરાતમાં મે મહિનામાં વાહનોની નોંધણીમાં 16% નો ઘટાડો થયો

18 June, 2019 10:58 PM IST  |  Ahmedabad

ગુજરાતમાં મે મહિનામાં વાહનોની નોંધણીમાં 16% નો ઘટાડો થયો

અમદાવાદ આરટીઓ ઓફિસ

Ahmedabad : ગુજરાતમાં મે મહિના દરમિયાન વાહનોની નોંધણીમાં વાર્ષિક ધોરણે 16% જેવો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ફેડરેશન ઓફ ઓટોમોબીલ ડીલર્સ એસોસિએશન્સ (ફાડા)ના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદી ઓછી થઇ હોવાના કારણે આ પરિસ્થિતિ સામે આવી છે. ફેડરેશનના આંકડા મુજબ દેશમાં આ વર્ષે મે મહિનામાં વ્હીકલ રજીસ્ટ્રેશન ગત વર્ષની તુલનાએ 7% ઘટ્યું છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિના કારણે વાહનોની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે તેના કારણે ઓવરઓલ નોંધણી ઘટી છે. ગુજરાતના આંકડા જોઈએ તો મે 2018માં 1.45 લાખ વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું તેની સામે 2019ના મેમાં 1.22 લાખ વાહનોની નોંધણી થઇ હતી.

ગ્રામ્ય વિસ્તારમાં ખરીદીનો આધાર ચોમાસામાં રહે છે : ફાડા સીઇઓ
ફાડાના સીઈઓ સહર્ષ દામાણીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદીનો આધાર ચોમાસા પર હોય છે. આ વર્ષે ગુજરાત સહીત ઘણા રાજ્યોમાં દુષ્કાળની પરીસ્થિતિ છે. આ ઉપરાંત નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપ્નીઓ ()ની હાલત સારી નથી. રૂરલમાં ધિરાણનું કામ મુખ્યત્વે દ્વારા વધુ થતું હોઈ છે. આની સીધી અસર રૂપે ગામડાઓ અને કૃષિ આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો તરફથી માગ ઓછી થઇ છે. તેના પરિણામ સ્વરૂપ વાહનોના રજીસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો છે.

ગુજરાતમાં 1 મહિનામાં 5.3
% વાહનોની નોંધણી ઘટી
ફાડાના આંકડા મુજબ ગુજરાતમાં એપ્રિલ
2019ની સરખામણીએ મે 2019માં તમામ કેટેગરીના વાહનોની નોંધણીમાં 5.3%નો ઘટાડો થયો છે. માસિક ધોરણે સૌથી ઓછુ રજીસ્ટ્રેશન કોમર્શિયલ વ્હીકલમાં થયો છે જેમાં નોંધણી 20.6% ઘટી છે. જોકે મેમાં 2018ની સરખામણીએ 2019માં 12.9%ની વૃદ્ધિ જોવા મળી હતી. આ સિવાય પેસેન્જર વ્હીકલમાં નોંધણી 6.1% ઘટી છે.


આ પણ જુઓ : ગુજરાતમાં આવો છે ચોમાસાના માહોલ, વરસી રહ્યું છે આભ, જુઓ ફોટોઝ

ફાડાના ચેરમેન આશિષ કાલેએ જણાવ્યું હતું કે
, વર્તમાન પરિસ્થિતિ ચિંતાજનક રહી છે અને ક્ધઝ્યુમર સેન્ટિમેન્ટ નકારાત્મક છે. પ્રવાહિતા હજી પણ એક મુદ્દો છે અને નવી સરકાર સ્થાયી થઈ રહી છે અને આયોજન અને રોલિંગની પ્રક્રિયામાં છે આ ઉપરાંત ચોમાસું 10થી 12 દિવસ મોડું થવાની સંભાવના વચ્ચે આગામી 4-6 અઠવાડિયાના ગાળામાં વર્તમાન પરિસ્થિતિ કાયમ રહી શકે છે.
આંકડા મુજબ દેશભરમાં મે 2019 દરમિયાન 17.71 લાખ વાહનોની નોંધણી થઇ હતી જે મે 2018માં 19.14 લાખ થઇ હતી. આ મુજબ દેશભરમાં વાહનોની નોંધણીમાં 7.5%નો ઘટાડો થયો છે. અહી પણ 2 વ્હીલરમાં સૌથી વધુ 8.6% નોંધણી ઘટી હતી જયારે કોમર્શિયલ વ્હીકલની નોંધણીમાં 7.8%નો ઘટાડો થયો હતો.

gujarat ahmedabad