વરસાદથી નવસારી અને ડાંગમાં ઘોડાપૂર ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ

26 July, 2019 10:33 AM IST  |  સુરત

વરસાદથી નવસારી અને ડાંગમાં ઘોડાપૂર ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો બીજી તરફ ચીખલી કાવેરી નદીમાં આવેલું તરકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

નવસારી જિલ્લામાં બુધવાર રાતથી અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લામાં વરસાદને પગલે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે તો બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર આવતાં અનેક ગામો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.

ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો બીજી તરફ ચીખલી કાવેરી નદીમાં આવેલ તરકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાંસદા તાલુકામાં ખાબક્યો છે. છેલ્લા ૧૨ કલાકમાં જિલ્લામાં નવસારીમાં ૨.૯૬ ઇંચ, જલાલપોરમાં ૩.૪૪ ઇંચ, ગણદેવીમાં ૦.૯૬ ઇંચ, ચીખલીમાં ૪ ઇંચ, વાંસદામાં ૭.૨ ઇંચ અને ખેરગામમાં ૩.૨ ઇંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ જ્યારે સાંબેલાધાર વરસાદે ખોરવી હતી મુંબઈની લાઈફલાઈન, જુઓ ફોટોઝ

ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વરસાદથી લોકોને ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. તો બીજી તરફ સાપુતારા ખાતે ઊમટેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૧૨ કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ આહવામાં નોંધાયો છે જેમાં વઘઈમાં ૩.૪ ઇંચ વરસાદ, આહવામાં ૩.૬૪ ઇંચ વરસાદ, સાપુતારામાં ૧.૪૮ ઇંચ વરસાદ અને સુબિરમાં ૧.૮૮ ઇંચ વરસાદ નોંધાયો છે.

Gujarat Rains navsari surat news