ગુજરાતમાં આગામી 3 દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

03 July, 2019 10:57 AM IST  |  અમદાવાદ

ગુજરાતમાં આગામી 3 દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

મુંબઈમાં જબરજસ્ત વરસાદને કારણે માયાનગરીનું જનજીવન એક દિવસ માટે ખોરવાઈ ગયું. જ્યારે બીજી તરફ ગુજરાત વરસાદ માટે તરસી રહ્યું છે. ક્યાંક ક્યાંક વરસાદ પોતાની હાજરી નોંધાવી રહ્યો છે, પરંતુ હજી સુધી ચોમાસુ કહી શકાય તેવો વરસાદ પડ્યો નથી. રાજ્યના નાગરિકો વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે.

અહીં પડ્યો વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમામે છેલ્લા 24 કલાકમાં મહેસાણાના ઊંઝામાં 2.5 ઇંચ, વલ્લભીપુરમાં 2.15 ઇંચ, પાટણમાં 2 ઇંચ, બરવાળામાં 2 ઇંચ, ઉમરગાંમમાં પોણા 2 ઇંચ, પાટણમાં પોણા 2 ઇંચ, ધંધુકામાં 1.5, રાધનપુરમાં 1.5, સુઇગામમાં 1.5, મહેસાણા 1.5, હાંસોટ 1.5, વાકાનેર અને સિદ્ધપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

કચ્છ રહેશે કોરું

ત્યારે હવે કચ્છ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 જુલાઈએ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી સુરત અને મધ્ય ગુજરાતના આણંદ, અમદાવાદ, અરવલ્લી તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સંઘ પ્રદેશ દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 જુલાઈએ અહીં વરસાદ

4 જુલાઈએ પણ વરસાદ દક્ષિણ ગુજરાતમાં હાજરી નોંધાવશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 4 તારીખે નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, અમરેલી, કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમ ગતિએ વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ Mumbai Rain: તસવીરોમાં જુઓ કેવી છે મુંબઈની હાલત

તો 5, 6 અને 7 જુલાઈએ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 5થી 7 જૂલાઈ દરમિયાન આણંજ, ખેડા, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, કચ્છના કેટલાક ભાગમાં હળવો વરસાદ થશે.

Gujarat Rains gujarat ahmedabad rajkot surat